ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
દેશમાં ડિજિટલ ક્રાંતિનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપતા મુકેશ અંબાણી કહ્યું કે, અમારા પ્રધાનમંત્રી સમયથી આગળનું વિચારે છે. તેનું પરિણામ છે કે આજે અમારી પાસે આધાર ચે અને યૂપીઆઈ જેવા સુરક્ષિત તંત્ર છે. તેના બળ પર સામાન્ય માણ બેન્કિંગ સિસ્ટમથી જોડાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી જનધન એકાઉન્ટ ડિજિટલ ક્રાંતિનું સૌથી મોટું ઉદાહરણ છે.
વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત કરવામાં આવી રહેલા ઇનફિનિટી-ફોરમમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, દુનિયા ઝડપથી ડિઝિટલ થઇ રહી છે, એજ ઝડપથી ડિજિટલ કચરા પણ ઉત્પન્ન થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, ડિજિટલ કચરાના નિકાલ માટે ઠોસ ઉપાયો શોધવા પડશે.
ADVERTISEMENT
પર્યાવરણ અંગે પણ ગંભીરતાથી વિચાર કરવો પડશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડીએ કહ્યું કે, આપણે ધરતી અને લોકોની સુરક્ષાના આધારે ડિજિટલ વર્લ્ડનું નિર્માણ કરવું પડશે. ડિજિટલ થઇ રહેલી દુનિયામાં આપણે પર્યાવરણ અંગે પણ પ્રમુખતાથી વિચાર કરવો પડશે. તેમણે કહ્યું કે, કોઈ પણ પ્રોજેક્ટ પર કામ કરતા સમયે તેને ગતિ, વિશ્વસનિયતા, ગુણવત્તા, કાર્યક્ષમતા અને સંતુષ્ટિની કસોટી પર પરખવા પડશે. અહીં આપણે તેના નિર્માણ ખર્ચમાં ઘટાડો કરવા પર પણ વિશેષ ધ્યાન આપવું પડશે. કોઈપણ પ્રકારના વિકાસમાં આપણે ધરતીના રક્ષણને ધ્યાનમાં રાખવું પડશે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે, અમે ઉર્જાની બચત, ડીકાર્બોનાઇઝેશન અને ગ્રીન એનર્જી પર પોતાનું ધ્યાન ફોકસ કરવું પડશે. વર્ચ્યુઅલ દુનિયાની સંકલ્પના પર તેમણે કહ્યું કે, ડિજિટલ દુનિયાના નિર્માણમાં આ તમામ બાબતોનું ધ્યાન રાખીશું તો નક્કી આપણે વાસ્તવિક સંસાર માટે પણ નવું ઉદાહરણ સ્થાપિત કરી શકીશું.
દુનિયામાં જે ડિજિટલ ક્રાંતિ થઇ રહી છે, તેનું સૂત્રધાર ભારત હશેઃ મુકેશ અંબાણી
ADVERTISEMENT
મુકેશ અંબાણીએ કહ્યું કે, દુનિયામાં જે ડિજિટલ ક્રાંતિ થઇ રહી છે, તેનું સૂત્રધાર ભારત હશે. તેમણે કહ્યું કે, પહેલી ડિજિટલ દુનિયા આપણી વાસ્તવિક દુનિયાની જેમ જ હશે. ડિજિટલ ફર્સ્ટ વર્લ્ડમાં પણ માણસની જરૂરિયાત મુખ્ય હશે. ન કોઈ અંતિમ હરોળનો માણસ હશે અને ન કોઈ છેલ્લો. ડિજિટલ ફર્સ્ટ વર્લ્ડમાં ધરતી પણ મહત્વની હશે જેમાં ધરતી અને માણસ, બન્નેની પ્રમુખતાથી સંભાળ રાખવી પડશે.
સંકળાયેલા મુદ્દાઓ