બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / Refrain from advertising online betting platforms: I&B Ministry advisory to print, electronic and digital media

એક્શન / મીડિયા ઓનલાઈન સટ્ટાબાજી પ્લેટફોર્મની જાહેરાતો દર્શાવવાનું બંધ કરે, મોદી સરકારે ફરી જાહેર કરી એડવાઈઝરી

Hiralal

Last Updated: 04:20 PM, 13 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયા માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ પર જાહેરખબરથી દૂર રહેવાની સલાહ આપી છે.

  • મીડિયા હવે ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો નહીં દર્શાવી શકે
  • સરકારે મીડિયા માટે બહાર પાડી એડવાઈઝરી
  • ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ પર જાહેરખબરથી દૂર રહેવાની અપાઈ સલાહ 
  • પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાને લાગુ પડશે 
  • સટ્ટાબાજી અને જુગાર યુવાનો અને બાળકો માટે જોખમ- સરકાર 

કેન્દ્ર સરકારે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયા માટે એક એડવાઈઝરી જારી કરીને તેમને ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મ પર જાહેરખબરથી દૂર રહેવાની સલાહ આપી છે. 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતથી દૂર રહેવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરી પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક, સોશિયલ અને ઓનલાઈન મીડિયામાં દેખાતી ઓનલાઈન સટ્ટાબાજીની વેબસાઈટ/પ્લેટફોર્મની સંખ્યાબંધ જાહેરાતોને અનુલક્ષીને કરવામાં આવી છે. 

સટ્ટાબાજી અને જુગાર યુવાનો અને બાળકો માટે જોખમ- સરકાર 
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં એવું કહેવામાં આવ્યું છે કે સટ્ટાબાજી અને જુગાર, દેશના મોટાભાગના ભાગોમાં ગેરકાયદેસર, ગ્રાહકો માટે, ખાસ કરીને યુવાનો અને બાળકો માટે નોંધપાત્ર નાણાકીય અને સામાજિક-આર્થિક જોખમ ઊભું કરે છે.

ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો ગેરમાર્ગે દોરનારી 
એડવાઈઝરી અનુસાર, ઓનલાઈન સટ્ટાબાજી પરની આ જાહેરાતો આ મોટાપાયે પ્રતિબંધિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની અસર ધરાવે છે. ઓનલાઈન સટ્ટાબાજીની જાહેરાતો ગેરમાર્ગે દોરનારી હોય છે, અને પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 હેઠળ પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અંતર્ગત જારી ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019, કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ રેગ્યુલેશન એક્ટ, 1995 હેઠળની જાહેરાત સંહિતા અને પત્રકારત્વના આચારના ધોરણો હેઠળ જાહેરખબરના ધોરણો સાથે કડક રીતે સુસંગત હોય એવું જણાતું નથી. 

 પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને ઓનલાઈન બેટિંગ પ્લેટફોર્મથી દૂર રહેવાની સલાહ 
આ એડવાઈઝરી વ્યાપક જાહેર હિતમાં જારી કરવામાં આવી છે અને તેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો પ્રકાશિત કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમાં ઓનલાઈન જાહેરાત મધ્યસ્થી અને પ્રકાશકો સહિત ઓનલાઈન અને સોશિયલ મીડિયાને ભારતમાં આવી જાહેરાતો પ્રદર્શિત ન કરવા અથવા ભારતીય પ્રેક્ષકોને આવી જાહેરાતો માટે નિશાન ન બનાવવાની સલાહ પણ આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ