ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / RCB fan gives ‘emergency’ excuse to leave office early, boss spots her on live TV
ADVERTISEMENT
જ્યારથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) શરુ થઈ છે, ત્યારથી ક્રિકેટ ચાહકો એક પણ મેચ ગુમાવવા તૈયાર નથી. લોકો પોતાના માનીતા ક્રિકેટરોને જોવા માટે ગમે તેમ કરીને ટિકિટનો મેળ પાડી દેતાં હોય છે અને સ્ટેડિયમ પહોંચી જતાં હોય છે. પોતાની ફેવરિટ ટીમની મેચ જોવા માટે લોકો જાતજાતની ટ્રિક પણ કામે લગાડતાં હોય છે અથવા તો ઓફિસમાંથી ગંભીર બહાના કાઢીને પણ મેચ જોવા પહોંચતાં હોય છે. આવી જ એક મહિલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ જોવા માટે ઓફિસથી વહેલી નીકળી હતી. આ મહિલાએ તેના બોસ પાસે એવું બહાનું કાઢ્યું કે તેના પરિવારમાં ઈમરજન્સી હોવાથી જવું પડે છે, હવે ઈમરજન્સીનું સાંભળીને કોણ રજા ન આપે? બોસે તરત તેને રજા આપી દીધી પરંતુ થોડા સમય બાદ આખો ભેદ પકડાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
કેમેરામેને કેમેરો ફોક્સ કરતાં બોસે પકડી પાડી
મહિલા ખોટી રજા લઈને મેચ જોવા સ્ટેડિયમ પહોંચી ગઈ પરંતુ તે પકડાઈ ગઈ. હકીકતમાં કેમેરામેન તેનો કેમેરો આ મહિલા પર કેન્દ્રીય કર્યો હતો અને ઓફિસમાં મેચ જોઈ રહેલા બોસની નજરમાં આવી ગયું ઘડીક તો બોસને આ વાત ખોટી લાગી પરંતુ ધ્યાનથી જોતાં તેમને ખબર પડી કે આ મહિલા તેની કર્મચારી છે અને ઈમરજન્સીનું બહાનું કાઢીને મેચ જોવા સ્ટેડિયમમાં આવી છે. બોસને એ પણ ખબર પડી કે તેની ફેવરિટ ટીમ બેંગલુરુ છે.
ADVERTISEMENT
યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો
મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા આખી ઘટના વર્ણવી છે. તેણે કહ્યું કે તે ઓફિસમાં ફેમિલી ઇમરજન્સી કહીને આઇપીએલ જોવા ગઈ હતી પરંતુ કેમેરામેન મારી પર કેમેરો ફોક્સ કર્યો હતો. તેની આ પોસ્ટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે કહ્યું કે, બોસે ઓછામાં ઓછી કેટલીક અંગત પળો વિતાવવા માટે સમય આપવો જોઈએ. અન્ય એક યુઝરે કહ્યું કે, "અહીં ઘણા લોકો કેમેરામેન ધ્યાન કેન્દ્રિત કરે તેની રાહ જુએ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ