ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
RBIએ Union Bank of India પર 1 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી છે. આ દંડ RBIના કેટલાક નિયમોના ઉલ્લંઘન પર લગાવવામાં આવ્યો છે. RBIના અનુસાર, યનિયન બેંક ઓફ ઇન્ડિયાએ (Fraud-Classification& Reporting by commercial banks&select FIs) Directions 2016” અને “Guidelines on Sale of Stressed Assets by Banks”ની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. એટલા માટે આ દંડ લગાવ્યો છે.
જણાવી દઇએ કે, આ પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અલગ અલગ દિશા-નિર્દેશોના ઉલ્લંઘનને લઇને ગત અઠવાડિયે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક પર એક કરોડ રૂપિયા અને Standard Chartered Bank પર 1.95 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો.
ADVERTISEMENT
SBIના એક કસ્ટમર એકાઉન્ટની તપાસમાં સામે આવ્યું કે, બેંકે તે એકાઉન્ટમાં થયેલા ફ્રોડ અંગે માહિતી આપવામાં મોડું કર્યું. RBIએ આ અંગે SBIને એક કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. બેંક પાસે રિપોર્ટનો જવાબ મળ્યા બાદ RBIએ SBI પર એક કરોડ રૂપિયા દંડ લગાવ્યો.
સંકળાયેલા મુદ્દાઓ