બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / RBI announces RTGS service to be available 24 hours from 14 december midnight

બેન્કિંગ / RBIની મોટી જાહેરાત: આજે રાત્રે 12:30થી આ બેન્કિંગ સુવિધા 24 કલાક ઉપલબ્ધ રહેશે

Published By: Shalin

Last Updated: 04:25 PM, 13 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14 ડિસેમ્બરથી એટલે કે આજ રાતથી દેશભરમાં RTGSની સુવિધા 24 કલાક કામ કરવા લાગશે. આ સુવિધાથી તમે ઘરે બેઠા તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરી શકશો.

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને લોકડાઉનના સમયથી દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને બૂસ્ટ મળી રહ્યું છે. ઘરથી બહાર ન નીકળવા અને સંક્રમણથી બચવા માટે વધારે લોકો ઓનલાઈન પેમેન્ટનો સહારો લઈ રહ્યા છે. તેને જોતાં ભારતીય રિઝર્વ બેંક RBIએ હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા આપી છે અને તેને સરળ બનાવી છે. દેશમાં રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સિસ્ટમ RTGSની સુવિધા 24 કલાક ચાલુ રહેશે.

rtgs fund transfer system to be available for 24 hours from 14 december 2020 as per rbi order

2004માં 3 બેંકોએ શરૂ કરી હતી RTGSની સુવિધા

રિઝર્વ બેંકની જાહેરાતના આધારે 14 ડિસેમ્બરે મધરાતે 12.30 વાગ્યાથી RTGS સર્વિસ 24 કલાક માટે શરૂ થઈ જશે. 16 વર્ષ પહેલાં 2004માં ફક્ત 3 બેંકોએ RTGSની શરૂઆત થઈ હતી. આ સર્વિસ સાથે હવે 237 બેંકો જોડાઈ ચૂકી છે. RTGS દ્વારા બેંક બ્રાન્ચ પર જઈને કે ઘરે બેઠાં તમે રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. 

શું છે RTGS?

RTGSએ ડિજિટલ ફંડ ટ્રાન્સફર કરવાની એક પદ્ધતિ છે. આ સુવિધાથી પૈસા ખૂબ ઓછા સમયમાં ટ્રાન્સફર કરી શકાય છે. RTGSનો ઉપયોગ મુખ્યત્વે મોટી રકમના ટ્રાન્સફર માટે થાય છે. આ અંતર્ગત ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા મોકલી શકાય છે. મહત્તમ રકમ મોકલવાની મર્યાદા 10 લાખ રૂપિયા છે.

ફંડ ટ્રાન્સેક્શન ફી છે આટલી

RBIએ RTGS દ્વારા 2 લાખથી 5 લાખની રકમ ટ્રાન્સફર કરવા માટે મહત્તમ 24.5 રૂપિયા ફી લગાવી છે અને 5 લાખથી વધુની રકમ ટ્રાન્સફર માટે બેંક વધુમાં વધુ 49.5 રૂપિયા ચાર્જ કરી શકે છે. આ પર GST પણ ચૂકવવો પડે છે. જો કે દેશની સૌથી મોટી બેંક SBI RTGS માટે કોઈ ફી લેતી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Banking RBI RTGS SBI બેન્કિંગ Banking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ