બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ravindra jadeja injured washington sundar 4th test india vs australia team india
ADVERTISEMENT
ભારતની પહેલી ઇનિંગની બેટિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાને ડાબા અંગૂઠા પર મિશેલ સ્ટાર્કના બોલથી ઈજા પહોંચી અને ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઈનિંગ્સમાં તેનું બોલિંગ કરી શકવું શક્ય નથી.
And a couple of balls later Australia lose one!
— cricket.com.au (@cricketcomau) January 10, 2021
Live #AUSvIND: https://t.co/KwwZDwbdzO pic.twitter.com/6ffBQjDTpy
ADVERTISEMENT
રવિન્દ્ર જાડેજા ટીમમાંથી બહાર થયા પછી ટીમ ઇન્ડિયા પાસે વોશિંગ્ટન સુંદરનો વિકલ્પ છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ સ્પિન બોલિંગની સાથે બેટિંગ કરવામાં પણ માહેર છે. વોશિંગ્ટન સુંદર ટી-20 શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હતો.
ADVERTISEMENT
Rohit saves himself with a smart review!
— cricket.com.au (@cricketcomau) January 10, 2021
Live #AUSvIND: https://t.co/KwwZDwbdzO pic.twitter.com/e9EGwj08uu
ADVERTISEMENT
વોશિંગ્ટન સુંદરને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝના નેટ્સ બોલર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે જાડેજાને ઈજા થઈ છે, તો ચોથી ટેસ્ટ મેચ માટે વોશિંગ્ટન સુંદરને તેની ટીમમાં સામેલ કરી શકાય છે.
Australia have declared - India require 407 runs to win #AUSvIND https://t.co/KytyQPIzOw
— cricket.com.au (@cricketcomau) January 10, 2021
ADVERTISEMENT
બીસીસીઆઈ જાડેજાની જગ્યાએ કોઇ અન્ય ખેલાડીને મોકલી શકતું નથી. ઓસ્ટ્રેલિયન સરકારના નિયમો મુજબ જો કોઈ વ્યક્તિ તેમના દેશમાં જાય છે, તો તેને 14 દિવસ ક્વોરન્ટાઈમાં રહેવું પડે છે. આવી સ્થિતિમાં અન્ય કોઈ ખેલાડીને બોલાવીને ચોથી ટેસ્ટ મેચ રમવી શક્ય નથી. જેથી પહેલાંથી જ ઓસ્ટ્રેલિયામાં હાજર વોશિંગ્ટન સુંદરને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
ADVERTISEMENT
21 વર્ષીય વોશિંગ્ટન સુંદર ભારત માટે 1 વનડે અને 26 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. સુંદરએ 26 ટી20 મેચોમાં ભારત તરફથી 21 વિકેટ ઝડપી છે. વોશિંગ્ટન સુંદરએ 12 ફર્સ્ટ ક્લાસની મેચોમાં 30 વિકેટ ઝડપી છે. ચોથી ટેસ્ટ મેચ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં રમાશે.
ઓસ્ટ્રેલિયાએ 407 રનનો ટાર્ગેટ આપ્યો
ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સ 312/6 ડિક્લેર કરી છે. તેણે ભારતને મેચ જીતવા 407 રનનો ટાર્ગેટ આપ્યો છે. કાંગારું માટે કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ અને માર્નસ લબુશેને ફિફટી ફટકારતા અનુક્રમે 84, 81 અને 73 રન કર્યા હતા. ભારત માટે રવિચંદ્રન અશ્વિન અને નવદીપ સૈનીએ 2-2, જ્યારે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.