ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / Ravi Shastri resigned from his post Conversations with players in the dressing room
ADVERTISEMENT
ADVERTISEMENT
Must Watch: A stirring speech to sign off as the #TeamIndia Head Coach 👏 👏
— BCCI (@BCCI) November 9, 2021
Here's a snippet from @RaviShastriOfc's team address in the dressing room, reflecting on the team's journey in the last few years. 👍 👍 #T20WorldCup #INDvNAM
Watch 🎥 🔽https://t.co/x05bg0dLKH pic.twitter.com/IlUIVxg6wp
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે હવે રવિ શાસ્ત્રી વિદાય લઈ રહ્યા છે. જેથી તેમની વિદાયને લઈને ટીમના પ્લેયરોમાં પણ ઉદાસી જોવા મળી છે. તાજેતરમાંજ ટીમના ખેલાડીઓ ડ્રેસીંગ રૂમમાં તેમને ગળે મળતા જોવા મળ્યા હતા. સાથેજ બોલીંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ આર. શ્રીધર પણ ગળે મળતા જોવા મળ્યા હતા.
.jpg)
ADVERTISEMENT
ખેલાડીઓ ઉદાસ જોવા મળ્યા
રવિ શાસ્ત્રીની સાથે અન્ય બે કોચનો કાર્યકાળ પણ પૂર્ણ થવા થઈ રહ્યો છે. જે ડ્રેસીંગ રૂમમાં ખેલાડીઓ મોજમાં જોવા મળતા હતા ત્યા તેઓ ઉદાસ જોવા મળ્યા હતા. જોકે રવિ શાસ્ત્રીએ એમ નેમ વિદાય નથી લીધી પરંતુ તેમણે ખેલાડીઓને 70 સેકેન્ડનો સંદેશો પણ આપ્યો હતો.
ADVERTISEMENT
પ્લેયર્સને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું
તેમણે 70 સેકેન્ડ માટે જે વાત કરી તેમા તેમણે ટીમની સફળતાઓને ગણાવી, તે માહોલ યાદ અપાવ્યો જેમા ભારતીય ટીમના ખેલાડીઓએ સફળતા હાસલ કરી હતી. તે ટીમો વીશે પણ કહ્યું જેમની સામે ભારત પહેલા ક્યારેય પણ જીત્યું ન હતું. રવિ શાસ્ત્રીએ જતા જતા દરેક પ્લેયરને એવો સંદેશો આપ્યો કે એ ન જુઓ કે તમે શુ મેળવ્યું છે. પરંતુ એ જુઓ કે કઈ કઈ સ્થિતીમાં તમે શું શું મેળવ્યું છે.
ADVERTISEMENT
.jpg)
BCCIએ વીડિયો અપલોડ કર્યો
ADVERTISEMENT
70 સેકેન્ડની સ્પીચમાં રવિશાસ્ત્રીએ કહ્યું કે વર્લ્ડ કપ ન જીતી શક્યા તેનું દુખ તો રહેશે. પરંતુ સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ટીમ પર તેમને પુરો ભરોસો છે. ખેલાડીઓ અનુભવથી શીખશે અને બાજી મારશે. ડ્રેસીંગ રૂમમાં રવિ શાસ્ત્રીના ફેરવેલનો વીડિયો BCCIએ પણ સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે.
.jpg)
જતા જતા સપોર્ટ સ્ટાફ સાથે પણ મુલાકાત લીધી
ઉલ્લેખનીય છે કે BCCI દ્વારા જે વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમા રવી શાસ્ત્રી ભારતીય ખેલાડીઓને તે વાત કહી રહ્યા છે. જે વાત તેઓ ખેલાડીઓને કહેવા માગતા હતા. બાદમાં તેમણે ખેલાડીઓને તેમજ બાકી સપોર્ટ સ્ટાફ સાથે પણ મુલાકાત લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો