બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / વિશ્વ / ram temple indian community gathered outside capitol hill in washington to celebrate foundation laying ceremony
Last Updated: 12:45 PM, 5 August 2020
ADVERTISEMENT
આ પહેલા હિંદુ સમુદાયના નેતાઓએ જાણકારી આપતા કહ્યું હતું કે અમેરિકા ભરમાં મંદિર વિશેષ પૂજા અર્ચના કરીશું. ત્યારે મોટી સંખ્યામાં ભારતીય અમેરિકનોએ કહ્યુ હતુ કે તેઓ મંદિરના સેલિબ્રેશનમાં દિવા પ્રગટાવશે.
વોશિંગ્ટન ડીસીની આસપાસના ભારતીય અમેરિકનોએ કહ્યું હતું કે તેઓ રામ મંદિર પર મોટી એલઈડી પ્રદર્શનીની સાથે એક ટેબ્લો ટ્રક મંગળવારે રાતે કેપિટલ હિલ અને વ્હાઈટ હાઉસના ચક્કર લગાવશે.
ADVERTISEMENT
USA: Members of the Indian community gathered outside the Capitol Hill in Washington DC to celebrate the foundation laying ceremony of #RamTemple in #Ayodhya pic.twitter.com/NofEWuM3E5
— ANI (@ANI) August 5, 2020
ADVERTISEMENT
સમુદાયના નેતાઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં એક અરબ હિંદુઓએ પવિત્ર સ્થળ પર ઐતિહાસિક મંદિર નિર્માણની શરુઆતના ઉપલક્ષ્યમાં અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંકી ટ્રક અમેરિકન કેપિટલ હિલ અને વ્હાઈટ હાઉસના ચક્કર લગાવશે.
હિંદુ મંદિર કાર્યકારી સમ્મેલન અને હિંદુ મંદિર પુજારી સમ્મેલનમાં આ સમારોહનો આનંદ લેવા માટે અમેરિકામાં ડિજિટલ રુપે સામૂહિક રાષ્ટ્રીય પ્રાર્થના કરવાનું આહ્વાન કર્યુ છે. આવુ જ સેલિબ્રેશન ન્યૂયોર્કમાં કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT

પ્રતિષ્ઠિત ટાઈમ્સ સ્ક્વેરમાં વિશાળ હોડિંગ પર 5 ઓગસ્ટના ભગવાન રામની તસવીરો અને અયોધ્યા મંદિરની થ્રીડી તસવીરો નજરે પડશે. સમુદાયના પ્રમુખ નેતા અને અમેરિકા ભારત જન મામલા સમિતિના અધ્યક્ષ જગદીશ સેવહાનીએ કહ્યુ કે આ પ્રસંગે જે પ્રમુખ હોડિંગ લીઝ પર લેવામાં આવ્યા છે તેમાં વિશાળ નેસડેક સ્ક્રીન અને 15 000 સ્ક્વેર ફીટનું એલઈડી ડિસપ્લે સ્ક્રીનનો પણ સમાવેશ થયો છે. આને વિશ્વની સૌથી મોટી સતત ચાલનાર ડિસપ્લે માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.