બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
રામ મંદિરમાં સ્થાપિત થનારી રામલલાની મૂર્તિની પહેલી તસવીર સામે આવી છે. રામલલાને પાલખીમાં મંદિર પરિસરની યાત્રા કરાવવામાં આવી રહી છે. જો કે, આ વાસ્તવિક મૂર્તિ નથી જે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. તે એક પ્રતિકાત્મક પ્રતિમા છે પરંતુ વિધિના ભાગરુપે આવું કરાયું હતું. અસલી પ્રતિમા 22મી જાન્યુઆરીએ મંદિરમા સ્થાપિત કરવામાં આવશે.
18 જાન્યુઆરીએ મંદિર પરિસરમાં લવાશે અસલી પ્રતિમા
ગર્ભગૃહમાં સ્થાપિત થનારી ભગવાન રામની અસલી મુર્તિને 18 જાન્યુઆરીએ મંદિરમાં લાવવામાં આવી શકે છે. ભગવાન રામની બાળસ્વરુપ મૂર્તિને કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવાઈ છે.
ADVERTISEMENT
ભગવાન રામનો વિગ્રહ શરુ થયો
22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાન રામનો વિગ્રહ શરુ થયો છે. સત્તાવાર પૂજા પ્રક્રિયા મુજબ ભગવાન રામ લાલની મૂર્તિને આજે એટલે કે 17 જાન્યુઆરીએ મંદિર પરિસરમાં લઈ જવામાં આવી છે. મંદિર પરિસરનો પ્રવાસ કરાવ્યા બાદ બાલ સ્વરૂપને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
23 જાન્યુઆરથી બધા માટે મંદિરના દ્વાર ખુલ્લા
22મીએ બપોરના 12.20 થી 1ની વચ્ચે ગર્ભગૃહમાં મુખ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. મૂર્તિ પણ નક્કી થઈ ગઈ છે. કર્ણાટકના મૈસુરના મશહૂર મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવાયેલી મૂર્તિ પસંદ કરવામાં આવી છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે ભગવાન રામની મૂર્તિનું વજન 150 થી 200 કિલો જેટલું હશે. ચંપત રાયે કહ્યું કે 23 જાન્યુઆરીથી બધા માટે મંદિર ખુલ્લું રહેશે અને જે કોઈ પણ દર્શન કરવા ઈચ્છુક હશે તેઓ દર્શન કરી શકશે.
ADVERTISEMENT
15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત ન કરી ત્યારે બની રામલલાની મૂર્તિ
ચંપત રાયે કહ્યું કે અરુણ યોગીનો પરિવાર ઘણી પેઢીઓથી દેવી-દેવતાઓની મુર્તિ બનાવી રહ્યો છે તેમણે કેદારનાથમાં લાગેલી શંકરાચાર્યની મૂર્તિ પણ બનાવી છે. રામલલાની મૂર્તિનું વજન 200 કિલો જેટલું છે અને તે 5 વર્ષના બાળક જેવી હશે. તેમણે કહ્યું કે મૂર્તિ ઘડતી વખતે અરુણ યોગી 15 થી 20 દિવસ સુધી પરિવાર સાથે વાત કરી નહોતી એટલા બધા એકાગ્ર થઈને મૂર્તિ બનાવી હતી. મૂર્તિની લંબાઈ 51 ઈંચ છે અને કાળા રંગની છે.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની બધી જાણકારી
ચંપત રાયે કહ્યું કે 22 જાન્યુઆરીના બપોરના 12.20 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શરુ થશે અનવે 1 વાગ્યે પૂરો થઈ જશે. ત્યાર બાદ પીએમ મોદી અને મોહન ભાગવત પોતાના વિચારો રજૂ કરશે. આખો કાર્યક્રમ લગભગ 65 થી 75 મિનિટનો રહેશે અને 121 આચાર્યો આખો કાર્યક્રમ પૂરો કરાવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.