ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / Rajkot Sharamshar Again: The heretical youth blackmailed the girl and committed rape, the police took action
Last Updated: 04:24 PM, 3 January 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદ ખાતે વર્ષ 2018 માં નોકરી કરતી યુવતિ સાથે અમદાવાદના વિધર્મી યુવક દ્વારા અવાર નવાર તેની સાથે દુષ્કર્મ આચરી વીડિયો તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. ત્યારે વિધર્મી યુવકની ધમકીઓથી કંટાળીને યુવતિએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
રાજકોટ ખાતે રહેતી યુવતિ સાથે વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે અમદાવાદના જુહાપુરામાં રહેલી ઝુબીન પઠાણ નામના વિધર્મી યુવક દ્વારા યુવતિ સાથે દુષ્કર્મ આચરીને અવાર નવાર તેને ધમકીઓ આપતો હતો. ત્યારે યુવકની ધમકીથી કંટાળી યુવતિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી
રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે યુવતિ મૂળ જામનગરની રહેવાસી છે. પોલીસે અમદાવાદના જુહાપુરામાં રહેતા વિધર્મી યુવક ઝુબીન શમીમખાન પઠાણ વિરૂદ્ધ આઈપીસી 376, 506 મુજબ ગુનો નોંધ્યો છે
મિત્ર હોવાથી ફોન પર વાતચીત થતી તેમજ ગ્રુપ સર્કલમાં ફરવા પણ જતા
યુવતિએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે વર્ષ 2018 મા યુવતિ જ્યારે અમદાવાદ ખાતે નોકરી કરતી હતી. અમદાવાદ ખાતે ચાર-પાંચ મહિના સુધી અમે સાથે નોકરી કરી હતી. જેથી યુવતિને વિધર્મી યુવક સાથે મિત્રતા હતી. ત્યાર બાદ યુવતિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અમદાવાદથી રાજકોટ ગઈ હતી. ઝુબીન ખાતે મિત્રતા હોવાથી અવાર નવારે યુવતિને યુવક સાથે ફોન પર વાતચીત થતી હતી અને અવાર નવા અને ગ્રુપ સર્કલમાં ફરવા પણ જતા હતા.
ADVERTISEMENT
ઝુબીન અવાર નવાર રાજકોટ આવતો હતો
યુવતિએ વધુમાં જણાવ્યું હતું કે માર્ચ 2019 માં યુવતિએ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને રાજકોટ આવી ગઈ હતી અને રાજકોટ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહી હતી. એક જ કંપનીમાં સાથે નોકરી કરતા હોઈ ઝુબીન સાથે મિત્રતા હતી. જેથી અવાર નવાર અમે ફોન પર વાતચીત કરતા હતા અને અવાર નવાર ઝુબીન રાજકોટ ખાતે આવતો હતો. ત્યારે ઝુબીને મને તેની વાતોમાં ભોળવી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેણે યુવતિ સાથે તેની મરજી વિરૂદ્ધ સંબંધ બાંધી મોબાઈલ ફોનમાં મારા ફોટા તેમજ વીડિયો પણ લીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.