બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / rajasthan royals Dhruv Jurel scored 32 in 15 balls against Punjab Kings

IPL 2023 / ઈન્ડિયાને મળ્યો નવો સ્ટાર! પિતા કારગિલ યુદ્ધમાં લડ્યા, દીકરો મેદાન પર મચાવે છે તોફાન, માહીનો મોટો ફેન

Megha

Last Updated: 02:16 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL ની 8મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાનને 5 રનથી હરાવ્યું હતું. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને નવો સ્ટાર મળ્યો છે જેને 15 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા

  • મેચ હાર્યા પછી પણ રાજસ્થાનની ટીમને એક મોટો ફાયદો થયો
  • રાજસ્થાન રોયલ્સને નવો સ્ટાર ખેલાડી મળ્યો છે
  • 15 બોલમાં અણનમ 32 રન બનાવ્યા

IPL 2023ની 8મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાનને 5 રનથી હરાવ્યું હતું જેમાં પહેલા બેટિંગ કરતા પંજાબે 197 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં રાજસ્થાનની ટીમ 192 રન જ બનાવી શકી હતી. જો કે પંજાબ સામેની એ મેચ હાર્યા પછી પણ રાજસ્થાનની ટીમને એક મોટો ફાયદો થયો છે. ગુવાહાટીમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સને નવો સ્ટાર મળ્યો છે.

15 બોલમાં અણનમ 32 રન બનાવ્યા
એ સ્ટાર છે ધ્રુવ જુરેલે જેને પંજાબ કિંગ્સ સામે 15 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. નોંધનીય છે કે 7મી વિકેટ માટે ધ્રુવ જુરેલે શિમરોન હેટમાયર સાથે 26 બોલમાં 61 રનની ભાગીદારી કરી હરિ. એ મેચમાં ધ્રુવ જુરેલે પોતાની ઇનિંગ અને ભાગીદારીથી પંજાબની હાર લગભગ નક્કી કરી લીધી હતી. જોકે આવું થઈ શક્યું નહતું પણ ધ્રુવ જુરેલ તેની એ ધમાકેદાર ઇનિંગથી દરેકના દિલ ચોક્કસથી જીતી લીધા હતા. 

કોણ છે ધ્રુવ જુરેલ?
આ 22 વર્ષનો યુવા ખેલાડી ધ્રુવ જુરેલ યુપીનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે જેને વર્ષ 2022માં આ ખેલાડીને રાજસ્થાન રોયલ્સે 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો અને 2023માં પણ રાખ્યો હતો. જુરેલે વર્ષ 2019માં આયોજિત અંડર-19 એશિયા કપમાં ભારતની કેપ્ટનશીપ કરી હતી જે મેચ ટીમ ઈન્ડિયાએ જીતી હતી. જણાવી દઈએ કે ધ્રુવ જુરેલે ફર્સ્ટ ક્લાસમાં કુલ 11 મેચ રમી છે જેમાં 48થી વધુની એવરેજથી 587 રન બનાવ્યા હતા. 

ખેલાડીના પિતા લડ્યા હતા કારગિલ યુદ્ધ
જણાવી દઈએ કે ધ્રુવ જુરેલના પિતા નિવૃત્ત આર્મીમેન છે. અને એમને વર્ષ1999માં દેશ માટે કારગીલમાં યુદ્ધની લડાઈમાં ભાંગ લીધો હતો. પિતા નેમ સિંહ ધ્રુવને સૈનિક બનાવવા માંગતા હતા પણ ધ્રુવને નાનપણથી જ ક્રિકેટ ગમતું હતું જેથી તે તેમાં કરિયર બનાવવા આગળ વધ્યો હતો. એવામાં આઇપીએલમાં તેની ઇનિંગ જોઇનએ એવું લાગે છે કે આઈપીએલમાં નવો સ્ટાર મળ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ