બ્રેકિંગ ન્યુઝ

logo
logo

તોફાની પવનના કારણે હવાઈ મુસાફરી પર અસર, પવનના કારણે કેટલીક ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી

logo

દેશમાં લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 63.06 ટકા મતદાન

logo

અમદાવાદમાં વરસાદ

logo

ગુજરાતમાં ભાવનગર, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ

logo

ખુલતાની સાથે જ શેરબજારમાં કડાકો, 700 પોઈન્ટ તુટ્યુ

logo

Lok Sabha Elections 2024: આજે ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 લોકસભા બેઠકો માટે મતદાન

logo

અમદાવાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, અજાણ્યા ઈ-મેઇલથી અફરા-તફરી

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

VTV / ભારત / rajasthan gang rape with more than fifteen to twenty women sirohi police lodged eight fir

ક્રાઈમ / 20 આંગણવાડી મહિલાઓ પર ગેંગરેપથી હડકંપ, સામે આવ્યાં નામ, નોકરીને બહાને બોલાવાઈ

Hiralal

Last Updated: 10:31 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના સિરોહીમાં 20થી વધુ મહિલાઓ પર ગેંગરેપ થતાં હડકંપ મચ્યો છે. આ મહિલાઓને આંગણવાડીની નોકરીને બહાને બોલાવાઈ હતી.

  • રાજસ્થાનના સિરોહીમાં 20 મહિલાઓ પર ગેંગરેપ
  • મનપા અધ્યક્ષ-કમિશનરે 10 લોકો સાથે ઘરમાં આચર્યું કુકર્મ 
  • આંગણવાડીની નોકરીને બહાને બોલાવી, રેપ કરીને અશ્લીલ વીડિયો પણ ઉતાર્યો 

રાજસ્થાનનું સિરોહી ઘણી મહિલાઓના ગેંગરેપથી થથરી ઉઠ્યું છે. અહીં એક બે નહીં પરંતુ 20 મહિલાઓ સાથે કુકર્મ થતાં સહુ કોઈ ચોંકી ઉઠ્યાં હતા. સિરોહી જિલ્લામાં 20 મહિલાઓ પર કથિત રીતે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પોલીસે અત્યાર સુધીમાં આઠ એફઆઈઆર નોંધી છે. તપાસ શરૂ કરી દેવામાં આવી છે. 

કોણે કર્યો રેપ 
પીડિતોનો આરોપ છે કે સિરોહી મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ મહેન્દ્ર મેવાડા અને કમિશનર મહેન્દ્ર ચૌધરીએ 8-10થી વધુ લોકો સાથે મળીને તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેમના અશ્લીલ વીડિયો પણ બનાવ્યા હતા. પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતોએ આરોપ લગાવ્યો હતો કે, આંગણવાડી કેન્દ્રોમાં નોકરી અપાવવાની આડમાં આ તમામને સિરોહી બોલાવાઈ હતી. મહેન્દ્ર મેવાડાએ તેમના ઘેર રોકી હતી ત્યાર બાદ ખોરાકમાં નશીલો પદાર્થ ભેળવાયો હતો. ભોજન ખાધા બાદ બધી મહિલાઓ બેભાન થઈ ગઈ. પીડિતોએ દાવો કર્યો હતો કે જ્યારે મહિલાઓ ભાનમાં આવી ત્યારે તેમને માથાનો દુખાવો અનુભવાયો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહેન્દ્ર મેવાડા, મહેન્દ્ર ચૌધરી અને તેના સાથીઓએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને અશ્લીલ વીડિયો રેકોર્ડ કર્યા હતા.

નોકરીની આડમાં કોરા કાગળો અને સ્ટેમ્પ પેપર્સ પર સહીઓ કરાવી 

પીડિતોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની પાસેથી 5 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. આરોપીઓએ ધમકી આપી હતી કે જો તેઓ રકમ નહીં ચૂકવે તો વીડિયો વાયરલ કરી દેશે. મહેન્દ્ર મેવાડાએ મહિલાઓને નોકરી આપવાની આડમાં કોરા કાગળો અને સ્ટેમ્પ પેપર્સ પર સહી કરાવી હતી. એટલું જ નહીં, પીડિતોને દસ્તાવેજો પર અંગૂઠાની છાપ લેવાનું કહેવામાં આવ્યું હતું. 

મહેન્દ્ર મેવાડા અને મહેન્દ્ર ચૌધરીએ આરોપ ફગાવ્યાં
મહેન્દ્ર મેવાડા અને મહેન્દ્ર ચૌધરીએ ગેંગરેપનો આરોપ ફગાવ્યો છે. તેમણે કહ્યું કે આ બધું ઉપજાવી કાઢેલું છે. હાલમા પોલીસે આઠ એફઆઈઆર દાખલ કરીને તપાસ શરુ કરી દીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ