બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Raj Kundra Says Shilpa Shetty Lost Work Due To Porn Case & Son Viaan 'Broke Down
શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા 2021ની સાલમાં પોર્ન કેસમાં ફસાયો હતો. આ વાતને 3 વર્ષ થઈ ગયાં તેમ છતાં પણ હજુ પરિવારને ક્લિન ચીટ મળી નથી. પોર્ન કેસમાં નામ આવતાં પોતાના પરિવાર પર શું વીતી હતી તેને લઈને રાજ કુન્દ્રાએ ખુલાસા કર્યાં છે. શિલ્પા શેટ્ટીને પણ ખુબ સહન કરવું પડ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોર્ન કેસમાં નામ આવતાં શિલ્પાને શું સહન કરવું પડ્યું
રાજ કુન્દ્રાનું નામ પોર્ન કેસમાં આવ્યાં બાદ તેના અને શિલ્પાનો દિકરો વિઆને અનેક સવાલો કર્યાં હતા તે જાણવા માગતો હતો કે આ બધું શું છે. રાજ કુન્દ્રાએ કહ્યું કે વિઆન એક મજબૂત છોકરો છે. વિયાન કંઈક દોરતો અને તેને જેલમાં મોકલતો. સાથે લખતો પણ પાપા મિસિંગ યૂ, કામ પતાવીને જલદી ઘેર આવી જજો, પહેલા બે કે ત્રણ અઠવાડિયા સુધી બધું બરાબર ચાલ્યું પરંતુ એક દિવસ તેનું ગળું ભરાઈ આવ્યું તેના રડવાનો અવાજ મેં સાંભળ્યો.
ગૂગલ પણ રાજ કુન્દ્રાનું નામ પોર્ન તરીકે દર્શાવતું હતું
ADVERTISEMENT
રાજે જણાવ્યું કે લોકો જેલમાં રડવાની મજાક ઉડાવે છે, તેમને ચાદર ઓઢીને રડવું પડે છે. રાજ કહે છે કે તેમનો પુત્ર પૂછતો હતો કે શું થઈ રહ્યું છે. શિલ્પાએ વિઆનને તેના પિતાનું નામ ગૂગલ ન કરવા જણાવ્યું હતું કારણે ગૂગલમાં રાજ કુન્દ્રાનું નામ પોર્ન તરીકે દર્શાવતું હતું. રાજ કુન્દ્રાએ કહ્યું કે મારુ નામ આવ્યાં બાદ મારે અને મારા પરિવારે ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ કિસ્સો બન્યો ત્યારે રાજની દીકરી બહુ નાની હતી. દીકરો વિયાન સમજદાર હતો. વિયાન પૂછતો હતો કે શું થઈ રહ્યું છે, જેના પર શિલ્પાએ તેને કહ્યું, પપ્પાએ સેંકડો પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. જ્યારે તમે તેને આપશો, ત્યારે તમે પાછા આવશો. તે સમયે વિયાન 10 વર્ષનો હતો. રાજે જણાવ્યું કે શિલ્પાએ વિઆનની સ્કૂલમાં પણ કોઇની સાથે વાત કરી હતી. ભગવાન જાણે માતાપિતા તેમના બાળકોને શું કહેતા હતા.
શિલ્પાને લોકો પોર્ન કિંગની પત્ની કહે છે
રાજ કુન્દ્રાએ કહ્યું કે જ્યારે શિલ્પા વેલેન્ટાઈન ડેની પોસ્ટ મૂકે છે ત્યારે પણ લોકો પોર્ન કિંગની પત્ની જેવી કોમેન્ટ કરે છે પરંતુ તેઓ સત્ય જાણતા નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોર્ન કેસમાં કેમ નામ આવ્યું
રાજ કુન્દ્રાએ કહ્યું કે આ કેસમાં તેમની એક માત્ર સંડોવણી એ હતી કે તેમના પુત્ર વિયાનના નામ પર જે કંપનીનું નામ છે તે કેનરીન નામની કંપનીને સેવાઓ પૂરી પાડતી હતી. આ તેના સાળાની કંપની છે અને હોટશોટ્સ એપ આ કંપનીની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.