ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / rainfall in Gujarat after a long lull

અવિરત વરસ / ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થતા પાકને મળ્યું નવજીવન, હવામાન વિભાગે કરી આગાહી

Published By: Shyam

Last Updated: 10:42 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા વિરામ બાદ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી, વરસાદ આવતા ખેડૂતોના પાકને નવજીવન મળશે

ADVERTISEMENT

  • અરવલ્લી જિલ્લામાં વરસાદ
  • જન્માષ્ટમી પહેલા મેઘરાજાનું શામળાજીમાં આગમન
  • મેઘરજ, રામગઢી, ભિલોડામાં વરસાદ

હવામાન વિભાગ દ્વારા આગામી 2 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે. તો રાજ્યભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. તે મુજબ મહેસાણા અને વિસનગરમાં વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. વરસાદ આવતા ખેડૂતોના પાકને નવજીવન મળશે. તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણ પલટાયું છે. સુરેન્દ્રનગર અને વઢવાણના શહેરી વિસ્તારમાં વરસાદ થયો છે. તો આ તરફ લીંબડી, ચુડા અને આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ થયો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. 

બનાસકાંઠાના દાંતાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાંતા પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો પરેશાન હતાં. હવે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેના અનુસંધાને વિજયનગર તાલુકામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. તો આ તરફ અરવલ્લી જિલ્લામાં વરસાદ થયો છે. જન્માષ્ટમી પહેલા મેઘરાજાનું શામળાજીમાં આગમન થયું છે. આ સાથે મેઘરજ, રામગઢી, ભિલોડામાં પણ વરસાદ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Rainfall gujarat mehsana ગુજરાત વરસાદ હવામાન વિભાગ Rainfall

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ