બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં 7 દિવસ અતિભારે વરસાદની આગાહી
Last Updated: 02:46 PM, 23 August 2024
Paresh Goswami Rain Forecast : રાજ્યમાં વરસાદી વાતાવરણની વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરી છે. વાસ્તવમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે, અરબ સાગર અને બંગાળની ખાડીમાં એકસાથે સિસ્ટમ સક્રિય હોવાથી લો પ્રેશરની સ્થિતિ સર્જાઇ છે. પરેશ ગોસ્વામીએ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT

ગુજરાતમાં હાલ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે અરબ સાગર અને બંગાળની ખાડીમાં એકસાથે સિસ્ટમ સક્રિય થઇ છે. આ તરફ બંને સિસ્ટમ ભેગી થતા લો પ્રેશરની સ્થિતિ સર્જાઇ છે. જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં અતિભારે વરસાદની શક્યતા છે.
ADVERTISEMENT

હવામાન વિભાગે પણ કરી છે વરસાદની આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગની વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનીક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. આજે નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
24 ઓગસ્ટ દાહોદ છોટાઉદેપુર નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 ઓગસ્ટ ખેડા પંચમહાલ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી દાહોદ અને મહીસાગરમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 26 અને 27 ઓગસ્ટના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દિવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.