બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Railway Action Plan: A big announcement for tourist traveling in railway during Diwali

સુવિધા / રેલવે તંત્રનો એક્શન પ્લાન : દિવાળી પર ફરવા જવાનું વિચારતા ગુજરાતીઓ માટે રેલવેની મોટી જાહેરાત

Kiran

Last Updated: 04:31 PM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતે પણ દિવાળી પર મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવેએ મોટી જાહેરાત કરી છે દિવાળીને લઈ રેલવે તંત્ર એ વિશેષ ટ્રેનો દોડાવાનો નિર્ણય કર્યો છે

  • દિવાળીને લઈ રેલવે તંત્રનો એક્શન પ્લાન 
  • ગુજરાતથી ભારતના જુદા-જુદા વિસ્તાર માટે ટ્રેન
  • દિવાળીમાં ઉત્તર ભારત તરફ જવા મુસાફરોની રહે છે ભીડ

દિવાળી વેકેશન માટે રેલવે વિભાગ દર વર્ષે પ્રવાસીઓના ધસારાને જોઈને વિશેષ ટ્રેનનું સંચાલન કરતું હોય છે. જેમાં તહેવારોના સમય દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. જેમાંથી રેલવે વિભાગને મોટી આવક પણ થતી હોય છે. આ દિવસો દરમિયાન દિલ્હી, મુંબઈ, જમ્મુ, બનારસ, કોલકાતા, ગુવાહાટી, બેંગ્લોર, ચેન્નઈ તરફના પ્રવાસીઓનો ધસારો જોવા મળતો હોય છે. 



 

ગુજરાતથી ભારતના જુદા-જુદા વિસ્તાર માટે ટ્રેન

આ વખતે પણ દિવાળી પર મુસાફરોને હાલાકી ન પડે તે માટે રેલવેએ મોટી જાહેરાત કરી છે દિવાળીને લઈ રેલવે તંત્ર એ વિશેષ ટ્રેનો દોડાવાનો નિર્ણય કર્યો છે દિવાળી નિમિતે રેલવે વિભાગ અમદાવાદથી 5 ટ્રેનો દોડાવશે તેમજ અમદાવાદથી કાનપુરની બે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જે 26 ઓક્ટોબરથી શરુ થાય તેવું લાગી રહ્યું છે. સાથે મુંબઈથી અમદાવાદ જતી તેજસ ટ્રેનમાં સ્પેશિયલ કોચ લગાવાશે, જોકે અત્યારથી  પેસેન્જરોના રિઝર્વેશનમાં 20 ટકા વધારો જોવા મળી રહ્યો છે. 

દિવાળીમાં ઉત્તર ભારત તરફ જવા મુસાફરોની રહે છે ભીડ

મહત્વનું છે કે કોરાન મહામારીમાં કોવિડ નિયમોના પાલન સાથે મુસાફરોને રેલ્વે સ્ટેશન પર એન્ટ્રી આપવામાં આવશે. એટલું જ નહીં મુસાફરોના કોવિડ ટેસ્ટિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તેનું પણ રેલવે વિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવશે તેમજ રેલવે યાત્રીઓની સુરક્ષા માટે રેલવે પોલીસ પણ ખડે પગે રહેશે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે લોકો વેકેશનની રજાઓ દરમિયાન બહાર ફરવા જવાનું આયોજન કરતાં હોય છે. જે માટે રેલવે વિભાગ પ્રવાસીઓ માટે ખાસ ટ્રેનનું સંચાલન પણ કરતું હોય છે. 

દિવાળીને લઈને 05 વિશેષ ટ્રેન દોડશે

પશ્ચિમ રેલવેએ મુસાફરો માટે દિવાળીને લઇને ખાસ 5 ટ્રેનો દોડાવાની જાહેરાત કરી છે. દિવાળી પર મુસાફરોને લઇને વધારે ભીડ જોવા મળતી હોય છે તેને ધ્યાને લઇને વધારાની ટ્રેનો દોડાવશે. તહેવારોની સીઝનમાં મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ - સુબેદારગંજ, બાંદ્રા ટર્મિનસ - મઉ, સુરત - સુબેદારગંજ, સુરત - કરમાલી અને અમદાવાદ - કાનપુર સેન્ટ્રલ વચ્ચે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. આ ખાસ ટ્રેનો ખાસ ભાડા સાથે દોડાવવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ