ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / Raid conducted at party held on cruise in Mumbai, children of prominent Bollywood actors being investigated: NCB

BIG NEWS / મુંબઈ ડ્રગ્સ પાર્ટી પર NCB અધિકારીનું પહેલું નિવેદન, મેગાસ્ટારનાં દીકરાઓને લઈને જુઓ શું કહ્યું

Published By: Parth

Last Updated: 09:00 AM, 3 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં શનિવારે મોડી રાતે પકડાયેલી ડ્રગ્સ પાર્ટીમાં પકડાયેલા લોકોમાં મેગાસ્ટારનાં દિકરાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

  • મુંબઇમાં દરિયા વચ્ચે ચાલી રહેલી ડ્રગ્સ પાર્ટી પર રેડ
  • મોટા બોલિવુડ અભિનેતાના દીકરા સહિત 10 લોકોની ધરપકડ
  • CISFએ NCBને આપી હતી હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીની જાણકારી
  • NCBએ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપ્યું
  • યાત્રી બનીને ક્રૂઝ પર સવાર થયા હતા NCBના લોકો

NCBનું પહેલું રિએક્શન 
NCBના અધિકારીઓએ કહ્યું કે સમગ્ર કેસમાં બોલિવૂડ એક્ટરનાં દીકરાઓ સામે તપાસ કરવામાં આવી રહી છે. જોકે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ સ્પષ્ટતા કરીને અત્યાર સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી પરંતુ તેમની અટકાયત એટલે કે ડિટેન કરવામાં આવતા છે. વાનખેડેએ કહ્યું કે કેસમાં આઠથી દસ લોકો સામે તપાસ કરવામાં આવી રહી છે અને ડ્રગ્સ જમા કરવામાં આવ્યું છે. વાનખેડેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ પાર્ટીમાં કોઈ મોટો અભિનેતા પકડાયો છે ત્યારે તેમણે જવાબ આપ્યો કે હું તેના પર કોમેન્ટ ન કરી શકું. 

શું છે સમગ્ર મામલો: 

NCBએ મુંબઈથી ગોવા જઈ રહેલ એક ક્રૂઝ પર રેવ પાર્ટીમાં રેડ મારી હતી જેમા એક મોટા સ્ટારનો દીકરો પાર્ટીમાં પકડાયો છે.  પાર્ટીમાં ડ્રગ્સ પણ પકડાયું છે. નોંધનીય છે કે જ્યારએ મુંબઈથી આ ક્રૂઝ ઉપડી ત્યારે જ ડ્રગ્સ પાર્ટી શરૂ થઈ ગઈ હતી અને NCBની ટીમ પહેલેથી જ ક્રૂઝ પર જ હતી. મોટી માત્રામાં ડ્રગ્સ મળ્યા બાદ ક્રૂઝને ફરીથી મુંબઈ તરફ લાવવામાં આવી. NCBએ હજુ સુધી આધિકારિક રૂપે કોઈ નામનો ખુલાસો કર્યો નથી. ક્રૂઝ પર જે લોકો પકડાયા છે તેમને મુંબઈ લાવી દેવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cruise party Drugs Mumbai NCB drugs case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ