જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલનું વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વ રહેલું છે. ગ્રહના રાશિ પરિવર્તનની સાથે જ વ્યક્તિના જીવનમાં બદલાવ આવતા હોય છે. ત્યારે 30 ઓક્ટોબરે રાહુ અને કેતુ પોતાની રાશિ બદલવા જઇ રહ્યા છે. 30 ઓક્ટોબરે રાહુ ગ્રહ મીન રાશિમાં અને કેતુ ગ્રહ કન્યા રાશિમાં સંક્રમણ કરશે. બને ગ્રહના આ રાશિ પરિવર્તનને લઈને મિથુન રાશિના જાતકોમાં ખુશીઓનો વરસાદ થશે અને ચારે દિશામાંથી સિદ્ધિ અને સફળતાના જ સમાચાર મળશે.
વિદેશ પ્રવાસના પણ યોગ
આ દિવસોમાં મિથુન રાશિના લોકોના કરિયર, બિઝનેસ, પરિવાર અને સ્વાસ્થ્ય સહિતની તમામ બાબતોમાં સારી અસર પડશે અને જોકે અહીં એ ખાસ જાણવું રહ્યું કે તે જ લોકોને આ લાભ મળશે.કે સખત મહેનત અને લગન તથા સારા પ્રદર્શન સાથે પોતાનું કામ કરી રહ્યા છે. જો તમે નોકરી સાથે સંકળાયેલ છો તો કંપની તમારી ક્ષમતા અને મહેનતને કેન્દ્રમાં રાખી મોટી અને વધારાની જવાબદારી પણ આપી શકે છે. વધુમાં સરકારી નોકરી કરતા લોકોને બદલી અને વિદેશ પ્રવાસના પણ યોગ જોવા મળી રહ્યા છે.
બીજી કે નાણાકીય પાસામાં પણ આવનારો સમય તમારો જ છે અને રોકાણ બદલ વધુ ફાયદો થઇ શકે છે. જોકે ખાસ સતર્કતા પણ દાખવવી જરૂરી છે કારણ કે પ્રોપર્ટી રોકાણ માટે ઉજળા સંજોગો છે પરંતુ તમારે સાવધાન રહેવું પણ જરૂરી બન્યું છે કારણ કે જો બેદરકારી દાખવવામાં આવે તો કોર્ટમાં જવાની પણ નોબત આવી શકે છે. વધુમ પૈસા અટવાઈ જવાની પણ સ્થિતિ છે.
ખરીદ-વેચાણમાં તમારો હાથ અજમાવો
શેરબજાર, ખરીદ-વેચાણમાં તમારો હાથ અજમાવી શકો છો, જોકે છેલ્લા બે મહિનામાં એટલે કે 30મી ઓક્ટોબર પછી જોખમ લેવા કરતા જાગૃત બનવું હિતાવહ છે. બીજી બાજુ અપરિણીત યુવાઓ માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે અને લગ્ન બાદ સંતાન સુખ ન હોય તો હવે સંતાન પ્રાપ્તિની ખુશી મળી શકે છે. તમારા જીવનસાથી સાથે નાના-મોટા ઝઘડા થશે, પરંતુ તેના વિશે ન તો ચિંતા કરશો કે ન ગભરાશો. વધુમાં તમે લોન લીધી તો પણ રાહત મળી શકે છે.