Queen of Porn Videos suffers from serious illness, even not able to walk
હોલીવુડ /
પૉર્ન વીડિયોઝની Queen ગણાતી મહિલા ગંભીર બીમારીની ઝપેટમાં આવતા ફેન્સ દુ:ખી, જાતે ચાલી પણ નથી શકતી
Team VTV01:59 PM, 12 Jan 22
| Updated: 05:27 PM, 12 Jan 22
પ્રખ્યાત પોર્ન સ્ટાર જેના જેમસન (Jenna Jameson) ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (Guillain-Barre syndrome)થી પીડિત છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.
પ્રખ્યાત પોર્ન સ્ટાર દુર્લભ બીમારીથી પીડિત
જેના જેમસન પોતાની જાતે ચાલવામાં અસમર્થ
પાર્ટનરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
પ્રખ્યાત પોર્ન સ્ટાર રહી ચૂકેલી જેના જેમસન એક દુર્લભ બીમારીથી પીડિત છે. આ કારણે તે બરાબર ચાલી શકતી પણ નથી. જેના ગુઇલેન-બેરે સિન્ડ્રોમથી પીડાય છે. આ રોગમાં વ્યક્તિના શરીરની નસો નબળા પડી જાય છે. એક રિપોર્ટ અનુસાર, જેના જેમસન થોડા દિવસોથી બરાબર ચાલી શકતી ન હતી. જે બાદ તેને હોસ્પિટલ જવું પડ્યું. હોસ્પિટલમાં તપાસ દરમિયાન તેને ખબર પડી કે તે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ નામની ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી પીડિત છે. 47 વર્ષની જેના એડલ્ટ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી છે.
જેનાના પાર્ટનરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
ન્યુરોલોજીકલ ડિસઓર્ડરને કારણે તે પથારીવશ છે. તે પલંગ પરથી ખસી પણ શક્તિ ન હતી. તેના પાર્ટનર લિઓર બિટ્ટન (Lior Bitton)ને તેની વર્તમાન સ્થિતિનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. બિટ્ટનની 4 વર્ષની પુત્રી પણ છે.
જેના પોતાની જાતે ચાલી શકતી પણ નથી
તેણે કહ્યું કે જેનાની માંસપેશીઓ એટલી નબળી થઈ ગઈ છે, જેના કારણે તે જાતે બાથરૂમ જઈ શકતી નથી. લ્યોરે કહ્યું, 'જો તે જાતે જાય છે, તો તે પડી જાય છે. હવે મારે તેના પગ પણ પકડવા પડે છે, તે પોતાની રીતે બરાબર ચાલી શકતી નથી.
શું છે Guillain-Barre syndrome?
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) અનુસાર, તે એક પ્રકારનો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે. ગુઇલેન-બેરે સિન્ડ્રોમના લક્ષણો સૌપ્રથમ પગ અને હાથોમાં જોવા મળે છે. 'નિષ્ક્રિયતા, કાંટા, સ્નાયુઓની નબળાઇ, દુખાવો, સંતુલન અને સંકલન સાથે સમસ્યાઓ' આ ન્યુરોલોજિકલ ડિસઓર્ડરના મુખ્ય લક્ષણો છે. આ સિન્ડ્રોમ રોગપ્રતિકારક તંત્રની સમસ્યાને કારણે હોવાનું માનવામાં આવે છે. જેના કારણે શરીર રોગ અને સંક્રમણ સામે લડવામાં અસમર્થ છે.
ગુઇલેન-બેરે સિન્ડ્રોમ શરીરના નસોને કરે છે નબળી
સામાન્ય રીતે, જ્યારે પણ જીવાણુ શરીરમાં પ્રવેશે છે, ત્યારે રોગપ્રતિકારક શક્તિ તેના પર હુમલો કરે છે. પરંતુ ગુઇલેન-બેરે સિન્ડ્રોમના કિસ્સામાં આવું થતું નથી. આ સિન્ડ્રોમમાં તો શરીરના નસો નબળી પડી જાય છે.