બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / Putting his hand in the cage, he was doing clown, seeing the lion chewed his finger
ADVERTISEMENT
સિંહ એક એવો પ્રાણી છે, જે ક્ષણભરમાં તેના શિકારને ચીરી કાઢે છે. જંગલ અને પ્રાણી સંગ્રહાલયમાં જતા લોકોને સિંહથી દૂર રહેવાની વાત સમજાવામાં આવે છે. પિંજરામાં રહેવા છતા, આ પ્રાણી ખતરનાક હોય છે. તે છતાં પણ અમુક લોકો સિંહ સાથે મશકરી કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે, કે સિંહ સાથે મશકરી કરવુ તે વ્યક્તિને કેટલુ ભારે પડ્યું.
ભયાનક વીડિયો વાયરલ
ADVERTISEMENT
આ વીડિયો આફ્રિકાના એક પ્રાણી સંગ્રહાલયનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ પ્રાણી સંગ્રહાલય ફરવા ગયો હતો. તે દરમિયાન તેને સિંહને પાંજરામાં જોઈને મશકરી ચાલુ કરી દીધી, તે વ્યક્તિને સિંહ સાથે મશકરી કરવાની કિંમત ચુકવવી પડી અને તે તેને જીંદગીભર યાદ રહેશે. વીડિયો રુવાંડા ઉભા કરી દેશે. જમૈકાના ઝૂ નો આ વીડિયો આખા સોશ્યિલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં તમે વ્યક્તિને જોઈ શકો છો કે, જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં ફરતા તમામ લોકો સિંહનો ફોટો લઈ રહ્યા હતા, ત્યારે આ વ્યક્તિ અલગ જ મૂડમાં દેખાઈ રહ્યો છે. ત્યાર બાદ તેને સિંહના પાંજરામાં હાથ નાખવાની ભૂલ કરી દીધી . વ્યક્તિની આ ભૂલ સિંહને બિલકુલ પણ પસંદ ના આવી. ત્યાર બાદ તેઁણે વ્યક્તિના હાથને પોતાના મોઢામાં ભરી લીધું. વીડિયોમાં જોઈ શકો છો કે, ગુસ્સેલ સિંહએ તે વ્યક્તિની આંગળીઓ ને પોતાના મોઢામાં દબાઈ લીધું. જુઓ શોકિંગ વીડિયો -
ADVERTISEMENT
Show off bring disgrace
— Ms blunt from shi born 🇯🇲 “PRJEFE” (@OneciaG) May 21, 2022
The lion at Jamaica Zoo ripped his finger off. pic.twitter.com/Ae2FRQHunk
ADVERTISEMENT
વ્યક્તિની આંગળીઓ ચાવી ગયો સિંહ
ત્યાર બાદ વ્યક્તિ તેનો હાથ છોડાવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે ઘણી મુશકેલીથી પોતાનો હાથ સિંહના મોઢા માંથી કાઢી શક્યો. તે ચક્કરમાં તેના હાથની એક આંગળી સિંહે ચાવી કાઢી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.