બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેઈના મોત પર ભડક્યાં પુતિન, ચીન પણ આકરા પાણીએ

iran israel news / ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં ખામેનેઈના મોત પર ભડક્યાં પુતિન, ચીન પણ આકરા પાણીએ

Vishal Khamar

Last Updated: 07:43 PM, 1 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. રશિયાના રાષ્ટ્રપતિ અને ચીન દ્વારા આ ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી છે.

અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈના મોતના અહેવાલોથી સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ અને સૈન્ય અથડામણોના અવાજો વચ્ચે પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. આ ઘટનાને લઈને રશિયાના રાષ્ટ્રપતિએ કડક પ્રતિક્રિયા આપતાં ખામેનેઈના મોતને ‘હત્યા’ ગણાવી છે અને જણાવ્યું છે કે આ કાર્યવાહી માનવીય નૈતિકતા તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ઉલ્લંઘન કરે છે. વૈશ્વિક સ્તરે આ ઘટનાને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે અને સંભવિત પ્રતિસાદોને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સમુદાય સતર્ક બન્યો છે.

ચીને હુમલાની નિંદા કરી

ચીનના વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ પણ ખામેનેઈના મોતને હત્યા કરી હોવાનું કરી જણાવ્યું હતું કે, ઈરાનના સુપ્રિમ લીડર પર હુમલો અને તેમની હત્યા ઈરાનની સુરક્ષાનું ઉલ્લંઘન છે. તેમજ સંયુક્ત રાષ્ટ્રના નિયમો અને આંતરરાષ્ટ્રીય સંબંધોના માપદંડનું ઉલ્લંઘન છે. ચીને હુમલાની ઘોર નિંદા કરી હતી.

મિલિટ્રી ઓપરેશન રોકી દેવામાં આવે: ચીન

ચીની પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે મિલિટ્રી ઓપરેશનને તાત્કાલીક રોકવા, તણાવપૂર્ણ સ્થિતિને આગળ વધતી રોકવા તેમજ દુનિયામાં શાંતિ અને સ્થિરતા બની રહે તેવા પ્રયાસ કરવા અપીલ કરીએ છીએ.

તો બીજી તરફ ઈરાન રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પજશકિયાને ખામેનેઈની હત્યાને મુસ્લિમો વિરૂદ્ધ યુદ્ધની ઘોષણા ગણાવતા કહ્યું છે કે ધાર્મિક નેતાની હત્યા શિયા સમુદાય સામે લડાઈ છે. તેનો બદલો લેવાનો ઈરાનનો કાયદાકીય અધિકારી છે.

આ પણ વાંચોઃ VIDEO: દુબઈની વર્લ્ડ ફેમસ બુર્જ અલ અરબ હોટલ પર ઈરાને કર્યો હુમલો, વિશ્વની સૌથી મોંઘી હોટલ

40થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત

ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાનમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ખામેનેઈના મૃત્યુથી મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ બની ગઈ છે, અમેરિકા ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના 40થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત થયા છે. આ ઉપરાંત, ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Israel Israel War Israel Attack
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ