બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / pushpa fame rashmika mandanna news home in mumbai

પુષ્પા / બોલિવૂડમાં અડ્ડો જમાવવા આવી રહી છે શ્રીવલ્લી, મુંબઈમાં ખરીદ્યો આલિશાન બંગલો, શિફ્ટ થવાની કરી રહી છે તૈયારી

Published By: Pravin

Last Updated: 08:32 PM, 3 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ પુષ્પાથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ આજે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી લીધી છે. પુષ્પા ફિલ્મની સફળતા બાદ રશ્મિકા હવે મુંબઈમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહી છે.

ફિલ્મ પુષ્પાથી ચર્ચામાં આવેલી એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ આજે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી લીધી છે. તો જે લોકો તેને પહેલાથી જાણે છે, તેને ખબર છે કે, રશ્મિકા નેશનલ ક્રશ રહી ચુકી છે. તો વળી આ ફિલ્મમાં તેનું ગીત શ્રીવલ્લી ખૂબ જ હિટ સાબિત થઈ રહ્યું છે. આ સફળતા બાદ રશ્મિકાએ હવે મુંબઈમાં પોતાના સપનાના ઘરમાં શિફ્ટ થવાનું વિચારી રહી છે.

એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ હાલમાં જ એક પોસ્ટ કરી હતી. જેમાં એક્ટ્રેસે લખ્યું હતું કે, તે હાલમાં ખૂબજ બિઝી છે, કારણ કે, તે પોતાના ઘરનું પેકીંગ કરી રહી છે. આ પોસ્ટ બાદ ફેન્સ એવું અનુમાન લગાવી રહ્યા છે કે, તે પોતાના નવા ઘરમાં શિફ્ટ થવા જઈ રહી છે. રશ્મિકાએ પોતાના સપનાનું ઘર વર્ષ 2021માં મુંબઈમાં ખરીદ્યું હતું. એવી આશા છે કે, તે ટૂંક સમયમાં જ આ ઘરમાં શિફ્ટ થઈ જશે.

આપને જણાવી દઈએ કે, રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પામાં મહત્વનો રોલ નિભાવ્યા બાદ તેમની સામે ફિલ્મોની લાઈનો લાગી ગઈ છે, તો વળી એક એવા પણ સમાચાર આવ્યા છે કે, રશ્મિકા મંદાનાએ બોલિવૂડની બે ફિલ્મો પણ સાઈન કરી છે. જેનું શૂટીંગ ટૂંક સમયમાં શરૂ થશે. ફિલ્મ પુષ્પામાં રશ્મિકા મંદાન સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર અલ્લૂ અર્જીન સાથે નજરે પડી હતી અને ફિલ્મમાં તેની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. તેણે આ ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લીધા હતા. તો વળી પુષ્પાના બીજા ભાગ માટે રશ્મિકા મંદાનાએ 3 કરોડના બોન્ડ સાઈન કર્યા છે. 

એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ પણ કહેવાય છે. રશ્મિકા મંદાનાની સુંદરતા પાછળ લોકો ઘાયલ થયા છે. તે દરેક લૂકમાં શાનદાર લાગી રહી છે. તો વળી ફિલ્મ પુષ્પા બાદ રશ્મિકા મંદાનાના નામનો ચારેબાજૂ ડંકો વાગી રહ્યો છે. ફેન્સ હવે તેને પાર્ટ 2માં પણ જોવા માગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Pushpa:The Rise VTV News pushpa rasmika mandana rashmika

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ