બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Pushkar Dhami is Uttrakhand new Chief Minister

મોટો નિર્ણય / ઉત્તરાખંડના નવા CM બનશે પુષ્કરસિંહ ધામી, આજે સાંજે 6 વાગ્યે શપથગ્રહણ

Hiralal

Last Updated: 11:33 PM, 3 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના નવા સીએમ તરીકે પુષ્કર ધામીનું નામ નક્કી થયું છે. દહેરાદુનમાં મળેલી ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે.

  • પુષ્કર ધામી બનશે ઉત્તરાખંડના નવા સીએમ 
  • દહેરાદુનમાં મળેલી બેઠકમાં લેવાયો મોટો નિર્ણય 
  • ઉત્તરાખંડની ખાતિમા બેઠકના ધારાસભ્ય છે ધામી 

ઉત્તરાખંડના નવા સીએમ તરીકે પુષ્કર ધામીનું નામ નક્કી થયું છે.  પુષ્કર ધામી ઉધમ સિંહ નગર જિલ્લાની ખાતિમાના ધારાસભ્ય છે અને ભગતસિંહ કોશિયારીની ખૂબ નજીકના નેતા છે. 

આજે સાંજે 6 વાગ્યે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

નવા વરાયેલા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી આજે સાંજના 6 વાગ્યે રાજધાની દહેરાદુનમાં શપથ લેશે. 

દહેરાદુનમાં મળેલી ધારાસભ્યોની બેઠકમાં ધામીના નામ પર મંજૂરીની મહોર
દહેરાદુનમાં મળેલી ભાજપ ધારાસભ્યોની બેઠકમાં પુષ્કર ધામીની સર્વાનુમતે વરણી કરવામાં આવી. ધામી રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી છે. ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે. બંધારણીય સંકટના કારણે તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. હકીકતે તીરથ સિંહ રાવત વિધાનસભાના સદસ્ય ન હતી અને હાલના સમયમાં પેટાચૂંટણી કરવી મુશ્કેલ છે. એવામાં તેમણે રાજીનામું સોંપી દીધું છે. આ વચ્ચે તીરથ સિંહ રાવત બાદ હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મુશ્કેલી આવી શકે છે. 

કોણ છે પુષ્કર ધામી 
પુષ્કર ધામી ઉધમ સિંહ નગર જિલ્લાની ખાતિમાના ધારાસભ્ય છે અને તે ભગતસિંહ કોશિયારીની ખૂબ નજીકના નેતા છે. તેઓ ભાજપ યુવા મોરચના અધ્યક્ષ છે. તેઓ આરએસએસની પણ નજીકના નેતા ગણાય છે. તેઓ રાજ્યના સૌથી યુવા મુખ્યમંત્રી બનશે.  

મમતાને સીટ તો ખીલ કરાવી લીધી પણ હવે ચૂંટણી ક્યારે? 
મમતા બેનર્જીએ 4 મેના રોજ મુખ્યમંત્રી પદની શપથ લીધી હતી. એવામાં તેમણે શપથ લીધાના દિવસથી છ મહિનાની અંદર એટલે કે 4 નવેમ્બર સુધી વિધાનસભાના સદસ્ય બનવું જરૂરી છે અને આ બંધારણીય કાયદો છે. તેમણે પોતાના માટે એક સીટ ખાલી પણ કરી લીધી છે પરંતુ તે વિધાનસભાના સદસ્ય ત્યારે જ બની શકશે જ્યારે છ મહિનાના સમય ગાળાની અંદર ચૂંટણી જીતી શકે. કોરોનાના કારણે ચૂંટણીપંચે દરેક ચૂંટણીઓ સ્થગિત કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયા ક્યારથી શરૂ થશે. તેના વિશે હજુ કંઈ કહી ન શકાય. એવામાં જો નવેમ્બર સુધી ભવાનીપુર પેટાચૂંટણી વિશે ચૂંટણી આયોગ નિર્ણય નહીં લે તો મમતાની ગાદી પર ખતરો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ