બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું ખરેખર દુલ્હન પર 8 કરોડની નોટો ઉડાવાઈ? દુલ્હાના ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો

નેશનલ / શું ખરેખર દુલ્હન પર 8 કરોડની નોટો ઉડાવાઈ? દુલ્હાના ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Jinal Chauhan

Last Updated: 12:03 PM, 19 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક પંજાબી લગ્નનો વીડિયો વાયરલ થયા પછી દાવો કરવામાં આવ્યો કે વરરાજાના પરિવારે દુલ્હન પર 8.5 કરોડ રૂપિયા વરસાવ્યા.જો કે ઈવેન્ટ મેનેજર અને પરિવારે તેને ભૂલ ગણાવી છે.તેમના જણાવ્યા પ્રમાણે કુલ રકમ ચાર લાખ રૂપિયા કરતા ઓછી હતી. સોશિયલ મીડિયા પર વધારે કહેવામાં આવ્યું છે.

આમ તો ભારતના લોકલ લગ્નમાં પૈસા ઉડાવવાનો ટ્રેન્ડ છે પણ ક્યારેક ક્યારેક લોકો હદ પાર કરી દે છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક પંજાબી લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં વરરાજા તરફથી દુલ્હન પર નોટોનો વરસાદ કરવામાં આવે છે. ઘણી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુલ્હાના પરિવારે દુલ્હન પર 8.5 કરોડ ઉડાવ્યા છે.

આ લગ્ન 14 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા. સમારોહમાં રંગબેરંગી સજાવટ, ઢોલ નગારા, ડીજે અને પારંપરિક નૃત્યનો માહોલ હતો. સ્ટેજ પર દુલ્હા દુલ્હન પર મહેમાનોએ પૈસા ઉડાવ્યા, જેનો વીડિયો કોઈએ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. ત્યારપછી જોત જોતામાં વીડિયોને કરોડો રૂપિયા સાથે જોડી દેવાયો છે. જો કે તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો છે.

ઈવેન્ટ મેનેજર અને ડીજે જેને કાર્યક્રમ પછી પૈસા ભેગા કરવાની જવાબદારી આપી હતી. તેમણે ચોખવટ કરી કે કુલ પૈસા લગભગ ચાર લાખ રૂપિયાની આસપાસ હતા જેમાં અમુક ડોલર પણ સામેલ હતા. તેમણે કહ્યું કે કરોડોની વાત વધારીને કહેવામાં આવી છે. તેમને જ નથી ખબર કે આંકડો ક્યાંથી આવ્યો.

વરરાજાના ભાઈ સિકંદર સિંહે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમનો પરિવાર ઓસ્ટ્રેલિયામાં એક ટ્રકના વેપાર સાથે જોડાયેલો છે. લગ્નમાં ખુશીના અવસર પર લગભગ બે લાખ રૂપિયાની આસપાસ નોટ ઉડાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, સોશિયલ મીડિયા પર આને 8.5 કરોડ રૂપિયા કહેવા એકદમ ખોટુ છે અને ખોટી વાતો ન ફેલાવવી જોઈએ.

vtv app promotion

આ પણ વાંચોઃ PM મોદીએ AIને ગણાવી ભારત માટે મોટી તક, આપ્યો 'ડિઝાઈન એન્ડ ડેવલપ' ઈન ઈન્ડિયાનો નારો

વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે મહેમાન પારંપરિક પંજાબી અંદાજમાં ઉજવણી કરી રહ્યા છે. લગ્નનો માહોલ ઉત્સાહ અને ઉમંગથી ભરેલો હતો. જો કે સોશિયલ મીડિયા પર ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

bride money rain Punjabi wedding viral video social media false claim
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ