બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM મોદીએ AIને ગણાવી ભારત માટે મોટી તક, આપ્યો 'ડિઝાઈન એન્ડ ડેવલપ' ઈન ઈન્ડિયાનો નારો

India AI Summit 2026 / PM મોદીએ AIને ગણાવી ભારત માટે મોટી તક, આપ્યો 'ડિઝાઈન એન્ડ ડેવલપ' ઈન ઈન્ડિયાનો નારો

Bijal Vyas

Last Updated: 11:57 AM, 19 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026'નું આજે ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા 'ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026'નું આજે ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સમિટને સ્તરે ગ્લોબલ લેવલ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે ભારતની વ્યૂહરચના અને નેતૃત્વની દિશા નક્કી કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ માનવામાં આવી રહ્યું છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે પણ ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી, જે આ કાર્યક્રમના આંતરરાષ્ટ્રીય મહત્વનું દર્શાવે છે.આ સમિટમાં 500 થી વધુ AI લીડર્સ, 100 થી વધુ સરકારી પ્રતિનિધિઓ, 20 થી વધુ રાષ્ટ્રના વડાઓ, લગભગ 60 મંત્રીઓ, 150 થી વધુ શિક્ષણવિદો, સંશોધકો અને સેંકડો ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ હાજરી આપી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, 'આજે મશીન લર્નિંગથી લઈને લર્નિંગ મશીન સુધીની સફર જેટલી ઝડપી છે, એટલી જ ઊંડી અને વ્યાપક પણ છે. તેથી આપણે આપણું વિઝન પણ મોટું રાખવું પડશે અને જવાબદારી પણ એટલી જ મોટી નિભાવવી પડશે. સાથે જ આપણે એ વાતની પણ ચિંતા કરવાની છે કે આવનારી પેઢીઓના હાથમાં આપણે AIનું કેવું સ્વરૂપ સોંપીને જઈશું.'

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 'આજે અસલી સવાલ એ નથી કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું કરી શકે છે, સવાલ એ છે કે વર્તમાનમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે શું કરીએ છીએ. માનવતા સામે આવા પ્રશ્નો પહેલા પણ આવ્યા છે. જેનું સૌથી મોટું ઉદાહરણ ન્યુક્લિયર પાવર છે. આપણે તેનું વિનાશક સ્વરૂપ પણ જોયું છે અને સકારાત્મક યોગદાન પણ જોયું છે. AI પણ એવી જ એક પરિવર્તનકારી શક્તિ (ટ્રાન્સફોર્મેટિવ પાવર) છે.'

AI સમિટમાં પીએમ મોદીએ જણાવ્યું કે, 'ભારત દુનિયાની સૌથી મોટી યુવા વસ્તી અને 'ટેક ટેલેન્ટ' ધરાવતો દેશ છે, જે નવી ટેકનોલોજી બનાવવામાં અને અપનાવવામાં અગ્રેસર છે. આ સમિટ ભારત અને સમગ્ર 'ગ્લોબલ સાઉથ' માટે ગૌરવ સમાન છે. વિશ્વના 100થી વધુ દેશોની સહભાગિતા અને ખાસ કરીને યુવા પેઢીનો AI પરનો ભરોસો અને તેની સ્વીકાર્યતા ખરેખર અભૂતપૂર્વ છે, જે ભવિષ્ય માટે નવો વિશ્વાસ પેદા કરે છે.'

સમિટમાં સાત મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં આર્થિક વિકાસ, સામાજિક કલ્યાણ, સુરક્ષિત અને વિશ્વસનીય AI, અને સંસાધનોનું લોકશાહીકરણ સામેલ છે. સાંજના સમયે પીએમ મોદી ગ્લોબલ ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લેશે, જ્યાં રોકાણ, રિસર્ચ અને સપ્લાય ચેન જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારત માટે અને સમગ્ર ગ્લોબલ સાઉથ માટે આ સમિટનું આયોજન ગૌરવનો વિષય છે, જેમાં ખાસ કરીને યુવા પેઢીનો ઉત્સાહ એક નવો આત્મવિશ્વાસ પેદા કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીનો દિવસભરનો કાર્યક્રમ રહેશે, જેમાં AI ઇમ્પેક્ટ એક્સ્પોની મુલાકાત, લીડર્સ પ્લેનરીમાં ભાગ લેવાનો અને સાંજે CEO રાઉન્ડટેબલનો સમાવેશ થાય છે. આ સમિટમાં AI ગવર્નન્સ, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, સંશોધન સહયોગ, સપ્લાય ચેઈન અને વિવિધ ક્ષેત્રોમાં AIનો ઉપયોગ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થશે.

સંકળાયેલા મુદ્દાઓ

PM Narendra Modi India India AI Summit 2026
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ