બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Prices of Tata Motors and Titan rise sharply

ફાયદો / ટાટાની આ બે કંપનીઓના શેરના ભાવમાં ધરખમ વધારો , રોકાણકારોએ અબજોમાં રૂપિયા છાપ્યા

Published By: Ronak

Last Updated: 05:36 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટાટાની બે કંપનીઓ ટાટા મોટર્સ અને ટાઈટનના શેર પ્રાઈઝમાં ધરખમ ઉછાળો આવ્યો છે. જેના કારણે શેર હોલ્ડરોને ઘણો ફાયદો થયો છે. સાથેજ રોકાણકારોએ તો અબજોમાં રૂપિયા છાપી લીધા છે.

  • ટાટા ગ્રુપની બે કંપનીઓના શેરના ભાવ વધ્યા 
  • રોકાણકારોએ અબજો રૂપિયાની કમાણી કરી 
  • ટાટા મોટર્સ અને ટાઈટન કંપનીના ભાવમાં ધરખમ વધારો 

ટાટા ગ્રુપની બે કંપનીઓના શેરના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. જેમા ટાટા મોટર્સ અને ટાઈટન કંપનીના શેરમાં 10 ટકા જેટલો ઉછાલો જોવા મળ્યો છે. ટાઈટનના સ્ટોકમાં તેજી આવતાની સાથે કંપનીનો માર્કેટ મેપ પણ 2 લાખ કરોડ કરતા વધારે થઈ ગયો. જેના કારણે ખાસ કરીને શેર હોલ્ડરોને પણ મોટો ફાયદો થયો છે. 

આજે ટાટા મોટર્સના શેર 375 પહોચ્યા 

આપને જણાવી દઈએ કે હાલ ટાટા મોટર્સના શેર ઘણા મજબૂત છે. આજે ટાટા મોટર્સના શેર 341.40 રૂપિયા પર ખુલ્યા હતા અને અંદાજે બપોરના સવા બે વાગ્યા સુધીમાં શેરના પ્રાઈઝ 11.60 ટકા સુધી ગયા. એટલેકે એક શેરનો ભાવ 375 રૂપિયા સુધી પહોચી ગયો હતો. 

માર્કેટ કેપ વધીને 2.08 લાખ ડોલર 

બીજી તરફ ટાટા કંપનીના શેર પણ સવારે 2255 પર ઓપન થયા હતા. જે માર્કે પુરુ થતા થતા 2378 પર પહોચી ગયા. ગતરોજ ટાટા કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બરમાં તેમની સારી કમાણી થઈ છે. ટાઈટનના શેરના ભાવ વધવાને કારણે માર્કેટ કૈપ વધીને 2.09 લાખ ડોલર પહોચી ગયા છે. 

ઈલેકટ્રિક વાહનો પર ટાટા કંપનીનો ફોકસ 

ટાટા મોટર્સની ગાડિઓની ડિમાન્ડ પણ વધી રહી છે. બીજી તરફ ટાટા કંપની હવે ઈલેકટ્રીક વાહનો પર ફોકસ કરી રહી છે. સપ્ટેમ્બર માસમાં પણ ટાટાની બે કાર ટોપ 10 સેલિંગ કાર લિસ્ટમાં શામેલ છે. આપને જણાવી દઈએ કે કપંની નવી કાર લોન્ચ કરવા જઈ રહી છે. જેનું નામ Tata Punch હોવાનું સામે આવ્યું છે. 

રાકેશ ઝુનઝુનવાલાએ 900 કરોડ કમાયા 

ઉલ્લેખનીય છે કે સ્ટોકમાં તેજી આવતાની સાથેજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ મિનિટોમાં 900 કરોડ રૂપિયા કમાઈ લીધા છે. જેમા તેમણે ટાઈટન કંપનીના કુલ 4,26,50,970 જેટલા શેર ખરીધી લીધા હોવાનું સામે આવ્યું છે. જેની કુલ માર્કેટ વેલ્યું 914 કરોડ હોવાનું સામે આવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Share price Tata Motors hike titan ટાઈટન ટાટા મોટર્સ શેરના ભાવમાં વધારો Tata compney share hike

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ