બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મનોરંજન / મુંબઈ / pornorgraphic video case mumbai police reached shilpa shetty house with raj kundra

પોર્ન કૌભાંડ / પોર્ન વીડિયો કેસમાં શિલ્પાએ પતિને બચાવવા હાઈ કોર્ટના દરવાજા ખખડાવ્યા, કરી આવી અરજી

Dharmishtha

Last Updated: 06:02 PM, 23 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ કુંદ્રાની ધરપકડને ખોટી ગણાવતા શિલ્પાએ હાઈકોર્ટમાં અરજી કરી છે.

  • શિલ્પા શેટ્ટીએ રાજની ધરપકડને ખોટી ગણાવી
  • ધરપકડને શિલ્પા અને રાજે અયોગ્ય ગણાવતા HCમાં અરજી કરી
  •  રાજ કુંદ્રાને લઈને પોલીસ શુક્રવારે તેના ઘરે પહોંચી હતી

શિલ્પા શેટ્ટીએ રાજની ધરપકડને ખોટી ગણાવી

પોર્ન વીડિયોના મામલામાં ફસાયેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને લઈને પોલીસ શુક્રવારે તેના ઘરે પહોંચી હતી જેને પગલે શિલ્પાએ હાઈકોર્ટમાં અરજી કરી છે.  આ કેસમાં પોલીસ તેના ઘરમાં તપાસ કરી રહી છે અને કેટલાક પુરાવા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન  કોર્ટે100થી વધારે પોર્ન વીડિયો બનાવવાના આરોપમાં રાજ કુંદ્રાને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. મુંબઈ પોલીસે રાજ કુંદ્રાની 19 જુલાઈની વચ્ચે ધરપકડ કરી હતી. તો કોર્ટે 23 જુલાઈથી તેની કસ્ટડી વધારીને 27 જુલાઈ કરી નાંખી છે. આ દરમિયાન શિલ્પા શેટ્ટીએ રાજની ધરપકડને ખોટી ગણાવતા હાઈ કોર્ટમાં અરજી કરી છે.

ધરપકડને શિલ્પા અને રાજે અયોગ્ય ગણાવતા HCમાં અરજી કરી

પોલીસનું કહેવું છે કે તેમણે પોર્ન કન્ટેન્ટથી જે કમાણી કરી હતી તેને ઓનલાઈન સટ્ટેબાજીમાં ખર્ય કરી હતી. એટલા માટે તેમના યથ બેંક અકાઉન્ટ અને યુનાઈટેડ બેંક અને આફ્રીકા વાળા ખાતાની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન શિલ્પા અને રાજે બોમ્બે હાઈ કોર્ટેની વાટ પકડી છે. બન્ને તરફથી કોર્ટમાં ધરપકડને અયોગ્ય ગણાવવામાં આવી છે.

 

કુંદ્રાએ લગભગ 100 પોર્ન વીડિયો તૈયાર કર્યા- પોલીસ

ઉલ્લેખનીય છે કે પોલીસનું કહેવું છે કે કુંદ્રાએ લગભગ 100 પોર્ન વીડિયો તૈયાર કર્યા હતા અને આ સંબંધમાં તપાસને લઈને તે સહકાર નથી આપી રહ્યા. કદાચ એટલે જ આ સંબંધમાં કેટલાક પુરાવા તપાસવા માટે પોલીસ શિલ્પાના ઘરે પહોંચી હતી. શુક્રવારે પોલીસ તેમને અને તેમના સહયોગી રયાન થોર્પને કોર્ટમાં રજુ કર્યા હતા અને 7 દિવસ માટે કસ્ટડી વધારવા માંગ કરી હતી. પરંતુ કોર્ટે 4 દિવસ માટે તેમની કસ્ટડી વધારી હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Shilpa Shetty Video pornorgraphic પોર્ન સાહિત્ય રાજ કુંદ્રા શિલ્પા શેટ્ટી pornorgraphic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ