બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મનોરંજન / pornography case whatsapp chat about gehana vasisth exposed raj kundra

ખુલાસો / પોર્ન કાંડ: રાજ કુન્દ્રાની વ્હોટ્સ ચેટથી ખુલી પોલ, જાણો શું આવ્યું સામે

Dharmishtha

Last Updated: 11:06 AM, 25 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજે પોતાની વ્હોટ્સ એપ ચેટમાં કોઈ બિઝનેસ ડીલ કરતા રાજે માન્યુ કે કેનરિન કંપનીમાં તેઓ પાર્ટનર છે.

  •  બિઝનેસ ડીલ કરતા રાજે માન્યુ કે કેનરિન કંપનીમાં તેઓ પાર્ટનર
  • મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રાજની વોટ્સએપ ચેટનું વિશ્લેષણ કર્યું 
  • ગહનાની ધરપકડથી કેસ ખુલતો ગયો

 બિઝનેસ ડીલ કરતા રાજે માન્યુ કે કેનરિન કંપનીમાં તેઓ પાર્ટનર

રાજ કુંદ્રા સતત બ્રિટનમાં રજીસ્ટર્ડ કેનરિન કંપની સાથે તેમની લેવડદેવડ અને સંબંધથી ઈન્કાર કરતા રહ્યા. જોકે કુન્દ્રાની ધરપકડ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે તેમના વોટ્સએપ ચેટનું વિશ્લેષણ કર્યું તો કોઈ બિઝનેસ ડીલ કરતા રાજે માન્યુ કે કેનરિન કંપનીમાં તેઓ પાર્ટનર છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ આ જાણકારી આપી હતી.  મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના કહેવા પ્રમાણે કેનરિન કંપનીમાંથી પોર્ન વીડિયો અપલોડ થતા હતા.

ગહનાની ધરપકડથી કેસ ખુલતો ગયો

ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાનું નામ તેમની કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશ કામતે લીધુ હતુ. જે ફેબ્રુઆરીમાં ઝડપાયો હતો. ઉમેશની ધરપકડ પહેલા ક્રાઈમ બ્રાન્ચે અભિનેત્રી ગહના વશિષ્ઠને અરેસ્ટ કરી હતી. જ્યાંથી  આ મામલો એક પછી એક પાસામાં ખુલતો ગયો.

વિચારુ છું કે એક મહિના માટે  શિમલા જતો રહુ

7 ફેબ્રુઆરી 2021ના એક ચેટમાં યશ ઠાકર ઉમેશને કહે છે  કે ગહનાની ધરપકડ થઈ ગઈ છે. મારે તેને છોડાવા માટે  8 લાખ રુપિયાની જરુર છે. ઉમેશ આના પર જવાબમાં લખે છે કે બેંકમાંથી કેવી રીતે કાઢીશું? હાલ તેનો મોબાઈલ બંધ છે. તમે જ કહો શું કરીએ. એ જ ચેટમાં યશ ઠાકુર ઉમેશ કામતને ગહેનાની ધરપકડના સમાચારની લિંક મોકલે છે. જવાબમાં ઉમેશ કહે છે કે હું વિચારું છું કે એક મહિના માટે શિમલા જતો રહુ. ત્યાં જઈને શૂટિંગ પણ કરી લઈશ. જવાબમાં યશ લખે છે કે આ બેસ્ટ છે. તુ  સેફ રહીશ તો મારા દિમાગમાં શાંતી રહેશે.

શિમલા જતા પહેલા જ ઉમેશ કામત અરેસ્ટ

પરંતુ શિમલા જવાનો પ્લાન બનાવતા પહેલા જ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઉમેશની ફેબ્રુઆરીમાં ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ ઉમેશના જપ્ત થયેલા મોબાઈલ ફોનમાં રાજની વિરુદ્ધ ખૂબ બધા પુરાવા ક્રાઈમ બ્રાન્ચને મળ્યા. ત્યારે નોંધનીય છે કે ઉમેશ અને યશની ચેટ બહાર આવી હતી.  યશે એન્ટી કરપ્શનને ચાર મેલ કર્યા હતા. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે રાજે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના કોઈ અધિકારીને 25 લાખની લાંચ આપી હતી. જેના કારણે નામ આવવા છતાં તેની ધરપકડ કરવામાં આવી નહોંતી. મુંબઈ પોલીસે આ આરોપોને ફગાવી નાંખ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp pornography case raj kundra પોર્નોગ્રાફી રાજ કુંદ્રા pornography
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ