ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અન્ય જિલ્લા / Porbandar businessman rizwan adatia kidnapped africa

અપહરણ / પોરબંદરના જાણીતા દાનવીર ઉદ્યોગપતિનું આફ્રિકામાં અપહરણ, જંગલ વિસ્તારમાંથી કાર મળી આવી

Published By: Hiren

Last Updated: 02:42 PM, 1 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિનું મોઝામ્બિકમાં અપહરણ થયાની ઘટના સામે આવી છે. રિઝવાન આડતીયાનું મોઝામ્બિકમાં અપહરણ થયું છે. મોઝામ્બિકના માપૂટો શહેરમાંથી અપહરણ કરાયું હોવાની માહિતી મળી રહી છે. માપૂટોમાંથી રિઝવાન આડતીયાની કાર મળી આવી છે. ગઇકાલે રાત્રે સાડા આઠ વાગ્યા આસપાસ અપહરણ થયું છે.

ADVERTISEMENT

  • રિઝવાન આડતીયાનું મોઝામ્બિકમાં અપહરણ
  • મોઝામ્બિકના માપૂટો શહેરમાંથી અપહરણ કરાયું 
  • માપૂટોમાંથી મળી આવી રિઝવાન આડતીયાની કાર

મૂળ પોરબંદરના ખોજા ઉદ્યોગપતિ રિઝવાન આડતીયાની મોઝામ્બિકમાં કાર જંગલ વિસ્તારમાંથી મળી આવી છે. જેને લઇને તેનું અપહરણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે તેના જીવન આધારિત એક ફિલ્મ પણ બની હતી.

કોણ છે રિઝવાન આડતીયા?

રિઝવાન ફાઉન્ડેશનના સ્થાપક અને મોટા દાનવીર છે રિઝવાન આડતીયા. કોજસ ગ્રુપના નામથી દુનિયાભરમાં તેમના અનેક મૉલ્સ પણ છે. રિઝવાન આડતીયા ફાઉન્ડેશન એશિયા અને આફ્રિકાના દેશોમાં વસતા જરૂરીયાતમંદોની મદદ કરવી અને તેનુ જીવન ધોરણ ઉંચુ આવે તે હેતુથી સેવાકીય કામગીરી કરે છે. મોઝામ્બિકમાં ઝૂમ્બા માર્કેટથી ઘરે જવા સેલ્ફ ડ્રાઇવિંગમાં નિકળેલા રિઝવાન આડતીયાનું અપહરણ થયું હોવાની માહિતી સામે આવી છે.

કરોડો રૂપિયાનું એમ્પાયર ઉભું કર્યું હતું

રિઝવાન આડતીયાએ પોરબંદરથી આફ્રિકા જઇને કોજસ ગ્રુપ નામની સુપર માર્કેટ અને મોલનો બિઝનેસ શરૂ કર્યો હતો. જેના દ્વારા તેમણે કરોડો રૂપિયાનું એમ્પાયર ઉભું કર્યું હતું. તેમની આ સફળતા પર હમણા જ એક ફિલ્મ રિઝવાન બની હતી. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ વ્યક્તિગત રીતે ઓળખે છે. આ દાનવીર અને મોટા ઉદ્યોગપતિનું અપહરણ થતા ચિંતાનો માહોલ સર્જાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

africa porbandar rizwan adatia અપહરણ આફ્રિકા પોરબંદર Rizwan adatia

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ