બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં
રાજ કુન્દ્રાને પોર્ન ફિલ્મ બનાવવાના આરોપમાં પકડવામાં આવ્યો છે, તેની ધરપકડના 10 કલાક પછી ક્રાઇમ બ્રાન્ચે રાયન નામના વ્યક્તિની ધરપકડ પણ કરી છે. હવે આ બંનેને કોર્ટમાં લઈ જવામાં આવ્યા અને હવે 23 જુલાઇ સુધી પોલીસ હીરાસત માટે મોકલી દેવામાં આવ્યા છે. સાથે જ શિલ્પાની પૂછપરછ પણ મુંબઈ પોલીસે શરૂ કરી દીધી છે. કારણકે છેલ્લા 14 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ પણ વધતી સંપતિમાં પતિ સાથે બિઝનેસમાં ભાગીદારી હોવાનું માલૂમ પડી શકે છે.
ADVERTISEMENT
શર્લીન ચોપરા અને પુનમ પાંડેએ નોંધાવ્યા નિવેદન
રાજ કુન્દ્રા પર પોર્ન ફિલ્મ બનાવવાનો આરોપ લાગ્યો છે ત્યારે શર્લીન ચોપરા અને પુનમ પાંડેએ પણ સાયબર સેલમાં પોતાના નિવેદન નોંધાવ્યા છે. જેમાં બંને અભિનેત્રીઓએ ખુલાસો કર્યો છે કે તેમણે 15-20 ફિલ્મોમાં કામ કર્યુ છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો
થોડા સમય પહેલા વેબ સિરીઝના નામ પર અશ્લીલ ફિલ્મો બનાવવાના રેકેટનો ખુલાસો થયો હતો. જેમાં ગહના વશિષ્ઠનું નામ આવ્યું હતુ. આ મામલામાં મુંબઇ ક્રાઇમ બ્રાંચે ગુજરાતના સુરતથી તનવીર હાશ્મીની ધરપકડ કરી હતી. તનવીર હાશ્મીએ પૂછપરછમાં જણાવ્યું કે, તે કેવી રીતે અલગ અલગ ફિલ્મોને વીડિયો ઍપ્સ પર ડાઉનલોડ કરવાનું કામ કરતો હતો. ઉમેશ કામત રાજ કુન્દ્રાની કંપનીમાં મેનેજીંગ ડિરેક્ટર છે. તે સમયે ચર્ચામાં આવ્યો હતો કે વેબ સિરીઝના નામ પર પોર્ન સિરીઝ બનાવવાનું આ રેકેટ મુંબઇથી ગુજરાત અને દેશ વિદેશ સુધી ફેલાયેલું છે. સોમવારે જ શિલ્પાના પતિને ક્રાઇમ બ્રાંચ તરફથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. આ પહેલા પણ રાજ કુન્દ્રા વિવાદોમાં ઘેરાઇ ચૂક્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.