ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / police officer slapped a man in uttarpradesh

ઉત્તરપ્રદેશ / બાઇક પર સાયરન વગાડતો હતો યુવક, પોલીસકર્મીનો પિત્તો ગયો તો લાફાવી નાખ્યો, પછી શું થયું જુઓ

Published By: Jaydeep Shah

Last Updated: 12:42 PM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના અમરોહામાં એક પોલીસકર્મીએ યુવકને ગાળો આપીને તમાચા માર્યા હોવાનો મામલો સામે આવ્યો છે.

ADVERTISEMENT

  • યૂપીમાં અમરોહામાં પોલીસકર્મીએ યુવકને ગાળો આપીને તમાચા માર્યા 
  • પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો 
  • અમરોહા પોલીસનાં ટ્વીટર અકાઉન્ટ પર આપવામાં આવી જાણકારી 

 

ઉત્તરપ્રદેશના અમરોહા જીલ્લાનાં એક પોલીસે શખ્સ સાથે મારપીટ અને ગાળાગાળી કરવાનો વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં એક પોલીસકર્મી યુવકને ગાળો આપતો અને તમાચા મારતો જોવા મળે છે. જણાવવામાં આવે છે કે ઘટના સમયે વિડીયો જોવા મળતો પોલીસકર્મી કથિત રીતે નશામાં હતો, હવે આ મામલામાં પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 

અમરોહા જીલ્લાનો મામલો 
મામલો અમરોહા જીલ્લાનાં કોતવાલી ક્ષેત્રનાં અતરાસીનો છે. વાયરલ વિડીયોમાં ઘણા બધા પોલીસકર્મીઓ જોવા મળે છે અને એક યુવક તેમને કંઈક કહી રહ્યો છે. પહેલા તો સૌ શાંત રહે છે પણ ત્યારે જ એક પોલીસકર્મી આગળ આવે છે અને યુવક પર તમાચાઓનો વરસાદ કરે છે. આ દરમિયાન કોઈ અન્ય પોલીસકર્મી તેને રોકવાની કોશિશ કરે છે. 

પેટ્રોલિંગ દરમિયાન બની આ ઘટના 
જણાવવામાં આવે છે કે યૂપી પોલીસનાં પોલીસકર્મીઓની ટીમ રાત્રે લગભગ 10 વાગ્યે પેટ્રોલિંગ પર નીકળી હતી. આ સમયે એક યુવક બાઈકમાં જઈ રહ્યો હતો, જેમાં સાયરન લાગેલું હતું. આવામાં પોલીસકર્મીએ તેને રોકીને સાયરન વગાડવાનું કારણ પૂછ્યું. તેમણે પૂછ્યું કે તે ક્યા પદ પર છે કે આમ સાયરન વગાડી રહ્યો છે. જ્યારે યુવક જવાબ ન આપી શક્યો, તો વાતચીત બાદ પોલીસકર્મીએ તેને ગાળો આપતા તમાચા મારવાના શરુ કરી દીધા. 

અમરોહા પોલીસનાં ટ્વીટર અકાઉન્ટ પર આપવામાં આવી જાણકારી 
આ વિડીયો પર અમરોહા પોલીસના ટ્વીટર અકાઉન્ટ પરથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મામલામાં સંબંધિત પોલીસકર્મીએ તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસે આગળ કહ્યું કે આ મામલામાં ક્ષેત્રાધિકારી દ્વારા તપાસ થઇ રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Uttarpradesh ઉત્તરપ્રદેશ Uttarpradesh

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ