બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / વિશ્વ / PM Modi to address Houston crowd on 22 September, Donald Trump likely to join

Howdy Modi / PM મોદી બીજા એવા વ્યક્તિ હશે જે સૌથી વધુ લોકોને સંબોધશે, ૨૨મીએ પાક.ની હાલત ખરાબ થઇ જશે

Published By: Shalin

Last Updated: 05:27 PM, 15 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી હ્યુસ્ટનમાં જે રેલી સંબોધવા જઈ રહ્યા છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ જોડાય તેવી શક્યતા છે. હ્યુસ્ટનમાં ઘણા ભારતીયો વસે છે જે આ રેલીમાં જોડાવા માટે ઉત્સાહિત છે. ભારત માટે વૈશ્વિક સ્તરે આ રેલી ખુબ મહત્વની પુરવાર થઇ શકે છે.

  • નરેન્દ્ર મોદીની ભવ્ય રેલીની હ્યુસ્ટનમાં પુરજોશથી તૈયારી થઇ રહી છે.-
  • અમેરિકાનું ઉષ્માપૂર્ણ વલણ ભારતને આંતરરાષ્ટ્રીય મુદ્દે ખુબ ઉપયોગી થશે તેમ મનાઈ રહ્યું છે.   

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૨મી સપ્ટેમ્બરે અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં એક મોટી રેલી યોજવા જઈ રહ્યા છે. આ રેલીમાં અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જોડાય તેવી શક્યતા છે. NRG સ્ટેડીયમમાં રાખેલ આ રેલીમાં આશરે ૫૦,૦૦૦ લોકો પોતાના નામ નોંધાવી ચુક્યા છે અને ૮૦૦૦ લોકો વેઈટીંગ લીસ્ટમાં છે. અમેરિકામાં ખ્રિસ્તી ધર્મગુરુ પોપ પછી બીજા નંબરે વિદેશી નેતા તરીકે સૌથી વધુ ભીડ આકર્ષવાનો વિક્રમ નરેન્દ્ર મોદી સ્થાપિત કરવા જઈ રહ્યા છે.

હાઉ ડઈ મોદી 

"હાઉ ડઈ" એ USAના દક્ષીણ ભાગ માં બોલાતો શબ્દપ્રયોગ છે જેનો અર્થ "કેમ છો" એમ થાય છે.

મેડીસન સ્ક્વેર ખાતે સંબોધન કરતા નરેદ્ર મોદી (Source : narendramodi.in)

બીજા કાર્યકાળની પ્રથમ અમેરિકાની મુલાકાત 

મોદીએ તેમનાં પ્રથમ કાર્યકાળમાં ૨૦૧૪માં ન્યુયોર્કના મેડીસન સ્ક્વેર ખાતે ૨૦૦૦૦ લોકોને સંબોધ્યા હતા. ૨૦૧૫માં તેમણે કેલીફોર્નીયાના સીલીકોન વેલીમાં ૨૦૦૦૦ લોકોને સંબોધ્યા હતા.

કોણ છે આયોજકો?

ટેક્સાસ ઇન્ડિયા ફોરમ (TIF)આ ઇવેન્ટના ઓર્ગેનાઈઝર છે. TIF ઉપરાંત અક્ષયપાત્ર ફાઉન્ડેશન, IIT સ્નાતક એસોસિએશન, પતંજલિ યોગપીઠ, પાટીદાર ફાઉન્ડેશન વગેરે જૂથો આ ઇવેન્ટ પાછળ મહેનત કરી રહ્યા છે.

શું છે ઇવેન્ટમાં?

આ ઇવેન્ટ ૨ ભાગમાં વહેંચવામાં આવી છે. પ્રથમ ભાગમાં ૯૦ મિનીટનો ભારતીય મૂળના અમેરિકન વિષેનો શો રહેશે. આ શો ભારતીય મૂળના અમેરિકન લોકોએ અમેરિકામાં સામાજિક, આર્થીક અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આપેલ યોગદાનના વિષય પર હશે.  ભારતીય મૂળના અમેરિકન લોકો સંગીતનો પણ એક પ્રોગ્રામ રજુ કરશે.આ ઉપરાંત માર્ટીન લુથર કિંગ અને મહાત્મા ગાંધીની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે. 
બીજા ભાગમાં નરેન્દ્ર મોદી ૬૫થી ૭૦ મિનીટનાં વક્તવ્યમાં લોકોને સંબોધશે. ભાજપ ફોરેન અફેર્સના વડા વિજય ચૌથાઈવાલે જણાવ્યું કે આ ઇવેન્ટની ટેગલાઈન "સાથે સેવેલા સ્વપ્નો અને ઉજળું ભવિષ્ય (Shared dreams and bright future) રહેશે. 

Source : indianeagle.com

ભારત અને હ્યુસ્ટનના સંબંધો

ભારત અને હ્યુસ્ટન મહત્વના આર્થીક સબંધો સેવે છે. ભારત હ્યુસ્ટનનું બ્રાઝીલ, ચીન અને મેક્સિકો પછીનું ૪થું વ્યાપારી પાર્ટનર છે. ભારત-હ્યુસ્ટનનાં વ્યાપારમાં આ વર્ષે ૮૨ ટકાનો વધારો થયો છે. 

હ્યુસ્ટનમાં રહેતા ૯૩૦૦૦ લોકો ભારતમાં જન્મેલા છે. ૩૩ હ્યુસ્ટનની કંપનીઓની ૮૫ બ્રાન્ચ ભારતમાં સક્રિય છે. અ ઉપરાંત ભારતની ૨૮ કંપનીઓની બ્રાંચ હ્યુસ્ટનમાં સ્થાપિત છે. 

અમેરિકાના મુસ્લિમ સમાજનો કોમી એખલાસ 

હ્યુસ્ટનમાં રહેતા ભારતીય મૂળના મુસ્લિમોનું જૂથ (IMAGH) આ ઇવેન્ટના ઓર્ગેનાઈઝર્સમાંથી એક છે. ૨૦૧૦માં ભારતીય જૂથ સાથે આ જુથે ઈદના તહેવારની ઉજવણી કરી હતી ત્યાર બાદ તેઓ અલગ અલગ જાતિના જૂથો સાથે ગાઢ એકતા અને મિત્રતા ધરાવે છે. IMAGHના એક સદસ્યએ કહ્યું હતું "મારો જન્મ વારાણસીમાં થયો છે. અને મને એવું ક્યારેય લાગ્યું નથી કે મને બીજા કરતા ઓછી તકો આપવામાં આવી હોય. મને ભારતીય હોવાનો ગર્વ છે." IMAGHના ચેરમેન ડોક્ટર મકબુલ હકે જણાવ્યું હતું "ધર્મ માટેની અમારી આસ્થા અને પદ્ધતિ અલગ અલગ હોઈ શકે પરંતુ અમારે સહુએ આ તફાવતથી પર થઈને અલગ અલગ જૂથો અને સભ્યતાઓ સાથે મળીને વિકાસ સાધવો એ અમારી પ્રાથમિકતા છે."

વૈશ્વિક સ્તરે આ રેલીની અસરો 

૧. ભારતને વૈશ્વિક સ્તરે અલગ પાડી દેવા મથતા પાકિસ્તાન માટે આ મોટો ફટકો છે. IMAGHની તૈયારી પછી અમેરિકાનો મુસ્લિમ સમુદાય પણ ભારતની તરફેણમાં છે તેવું જાહેર થઇ રહ્યું છે. 

૨. ડોનાલ્ડ ટ્રમ્પ આ રેલીમાં જોડાઈને નરેદ્ર મોદીનું અભિવાદન કરશે તેવી શક્યતા છે. ભારત માટે આ મોટી સિદ્ધિ ગણી શકાય. 

૩. ભારત અમેરિકા સાથે સુદ્રઢ સંબંધ ટકાવીને અમેરિકા ચીન વચ્ચેના ટ્રેડથી થતું નુકશાન અટકાવવા માંગે છે. 

૪. કાશ્મીર મુદ્દે ભારત અને અમેરિકાના સારા સંબંધો પાકિસ્તાનની ચાલબાજીને અટકાવી દેવા સક્ષમ રહેશે. 

૫. હ્યુસ્ટન સાથે ભારત ઉપર જણાવ્યા મુજબ ખુબ સારા વ્યાપારી સબંધોમાં છે. આ સબંધોમાં આ રેલી પછી વધારો થશે. અમેરિકન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા આકર્ષાશે. 

૬. ભારતના ઘણા એન્જીનીયરો અમેરિકામાં સ્થાયી થયા છે. તેમની નાગરિકતા અણે વિઝા અંગે અમેરિકન સરકારમાં અસમંજસ પ્રવર્તે છે. બે દેશો વચ્ચેના મૈત્રીભર્યા વાતાવરણના પગલે અમેરિકામાં નોકરી કરતા ભારતીયોને ફાયદો થશે તેવી શક્યતા સેવાઈ રહી છે.       

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Narendra Modi houston ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદી હ્યુસ્ટન Howdy Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ