ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:32 PM, 10 September 2025
ADVERTISEMENT
પીએમ મોદીએ ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના સફળ વેપાર કરારને પૂર્ણ કરવામાં ઇટાલીના સહયોગ બદલ પ્રધાનમંત્રી મેલોનીનો આભાર માન્યો. આ કરારથી બંને દેશોને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે. બંને નેતાઓએ અનેક ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી, જેમાં રોકાણ, સંરક્ષણ, અવકાશ, વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને આતંકવાદ વિરોધી જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેઓએ "સંયુક્ત વ્યૂહાત્મક કાર્ય યોજના 2025-29" અનુસાર ભાગીદારીને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો.
ADVERTISEMENT
Had an excellent conversation with Prime Minister Giorgia Meloni. We reaffirmed our joint commitment to deepen India-Italy Strategic Partnership, and shared interest in bringing an early end to the conflict in Ukraine. Thanked PM Meloni for Italy’s proactive support for…
— Narendra Modi (@narendramodi) September 10, 2025
વાતચીત બાદ પીએમ મોદીએ X પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓએ ભારત-ઇટાલી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને વહેલી તકે સમાપ્ત કરવા પર પણ ચર્ચા કરી. તેમણે ઇટાલીના સક્રિય સહયોગ માટે પણ પ્રધાનમંત્રી મેલોનીનો આભાર માન્યો.
ADVERTISEMENT
વધુ વાંચો : ભારત, અમેરિકા, ચીન કે જાપાન? કયા દેશમાં મળે છે સૌથી સસ્તો iPhone 17
અગાઉની મુલાકાત
ADVERTISEMENT
આ વર્ષના જૂન મહિનામાં કેનેડામાં યોજાયેલી G7 સમિટ દરમિયાન પીએમ મોદી અને પ્રધાનમંત્રી મેલોની મળ્યા હતા. તેમની તે મુલાકાત દરમિયાન બંને વચ્ચેની મૈત્રીપૂર્ણ સંબંધ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી મેલોનીએ પીએમ મોદીને શ્રેષ્ઠ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમના જેવા બનવાનો પ્રયાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ પણ તેમની આ મુલાકાત વિશે પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભારત અને ઇટાલીની મિત્રતા વધુ મજબૂત થતી રહેશે. જેનાથી બંને દેશના લોકોને ઘણો લાભ થશે. આ વાતચીત અને મુલાકાતો દર્શાવે છે કે ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે અને ભવિષ્યમાં વધુ ગાઢ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા
ADVERTISEMENT