બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / pm modi breakfast with tokyo olympics contingent neeraj chopra churma pv sindhu ice-cream
ADVERTISEMENT

વડાપ્રધાને પીવી સિંધુ સાથે આઈસ્ક્રીમ ખાધો
ADVERTISEMENT
વડાપ્રધાને બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની સાથે ઉભા રહીને આઈસ્ક્રીમ ખાધો. ટોક્યોમાંથી જ્યારે નીરજ ચોપડા પરત આવ્યાં હતા ત્યારે રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુરે વચન આપ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમને ચુરમુ ખવડાવશે. તો વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિકમાં જતા પહેલા સિંધુને વચન આપ્યુ હતુ કે જ્યારે તમે ટોક્યોથી પાછા આવશો ત્યારે તમારી સાથે આઈસ્ક્રીમ ખઈશ. વડાપ્રધાને આ બંને વચનોને આજે પૂર્ણ કર્યા છે.

ADVERTISEMENT
ઓલિમ્પિક ખેલાડીઓના સન્માનમાં રખાયો કાર્યક્રમ
ઓલિમ્પિક ખેલાડીઓના સન્માનમાં સોમવારે વડાપ્રધાનના સત્તાવાર નિવાસ 7 લોકકલ્યાણ માર્ગ પર એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વડાપ્રધાન મોદીએ ખેલાડીઓ સાથે નાસ્તો કર્યો હતો. આ દરમ્યાન વડાપ્રધાને ટોક્યોથી ગોલ્ડ જીતીને આવેલા નીરજ ચોપડા સાથે થોડી વાતચીત કરી.
ADVERTISEMENT

આ સાથે તેમણે પીવી સિંધુ સાથે પણ વાતચીત કરી. આ સિવાય વડાપ્રધાને રવિ દહિયા, દીપક પુનિયા સહિત અમુક ખેલાડીઓ સાથે વાતચીત કરી અને તસ્વીરો ખેંચાવી હતી. વડાપ્રધાને ટેબલ પર જઈને ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.