બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Planning of 2036 Olympics in Ahmedabad, Tantra started preparations
ADVERTISEMENT
2036ની ઓલિમ્પિકસ માટે અમદાવાદની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઔડા દ્વારા તૈયારીના ભાગ રૂપે સ્ટેડિયમ અંગે સર્વે કરવામાં આવ્યો છે. ઔડા દ્વારા ટેન્ડર બહાર પાડી ખાનગી કંપનીને સર્વેનું કામ સોંપાશે. 3 મહિનામાં સર્વે કરી ઔડા રિપોર્ટ સરકારને સોંપશે. સ્ટેડિયમમા કેટલી સુવિધા છે તેનો સર્વે કરાશે. કેટલી સુવિધા વધુ ઉભી કરવી તે અંગે પણ સર્વે કરાશે. હોટેલ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સર્વે કરવામાં આવશે. ઓલિમ્પિકસનો અંદાજીત ખર્ચ 50 હજાર કરોડ રૂપિયા છે.
ADVERTISEMENT
પ્રતિ 4 વર્ષે યોજવામાં આવતી ઓલમ્પિક ગેમ્સ માટે અમદાવાદ પોતાની દાવેદારી નોંધાવશે. 2036ના વર્ષ માટે અમદાવાદમાં આ ગેમ્સની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. જો કે, વર્ષ 2032 સુધી તો અન્ય દેશે પોતાની દાવેદારી નોંધાવી દીધી છે. 2032ની ઓલમ્પિક માટે ઓસ્ટ્રેલિયાનું બિસ્બેન શહેર દાવેદારી નોંધાવી ચૂક્યું છે. અને તેમના ભાગે આ ઈવેન્ટસ લખાઈ જશે. તેવું પણ માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ઓલમ્પિકલ ગેમ્સ માટે મોટું આયોજન અને એકથી એક બાબતનું ધ્યાન રાખવું પડે છે. માત્ર સ્ટેડિયમ નહીં. પરંતુ આવનારા તમામ ખેલાડીઓ, દેશના પ્રતિનિધિઓ માટે પણ પૂરતી વ્યવસ્થા કરવી પડે છે. સાથે રહેણાક વિસ્તારોને પણ ઉભા કરવા પડે છે. હાઈટેક સુરક્ષા પણ ગોઠવવી પડે છે. સાથે રસ્તાઓ, હોટલ અને અન્ય જરૂરિયાતની સેવાઓને પણ ગોઠવવી પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.