બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 05:06 PM, 20 September 2023
ADVERTISEMENT
હિંદૂ ધર્મમાં પિતૃ પક્ષની મહત્વપૂર્ણ ભુમિકા છે. આ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ સમયમાં મોટાભાગના લોકો પોતાના પિતૃઓને યાદ કરી તેમને ત્રૃપ્ત કરવા માટે વિવિધ ઉપાય કરે છે. શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષમાં કાગડાનું ખાસ મહત્વ છે. કાગડા આપણા પિતૃઓના સૂચક માનવામાં આવે છે.
ADVERTISEMENT
છત પર કાગડાનું બોલવું
પિતૃ પક્ષના સમયે જો કાગડા ઘરની છત પર બેસીને અવાજ કરે છે તો તેને અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે.
ઘરની સામે બેસવું
સૂર્યોદય વખતે કાગડો જો તમારા ઘરની સામે પૂર્વ દિશામાં બેઠો છે તો આ શુભ માનવામાં આવે છે અને તેને સફળતાનો સંકેત માનવામાં આવે છે.
માથાને સ્પર્શ કરવું
પિતૃ પક્ષના સમયમાં કાગડાનો માથા પર સ્પર્શ કરવો મૃત્યુ કે ધાતક સંકેત માનવામાં આવે છે.
જમીન ખોદવી
તમને જમીન ખોદતો કાગડો દેખાય તો તેને ધન લાભનો સંકેત માનવામાં આવે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવી શકે છે.
સુકા ઝાડ પર બેસવું
પિતૃ પક્ષ વખતે કાગડાનું સુકાયેલા કે તૂટેલા ઝાડપ બેસેવું એ વાતનો સંકેત છે કે ઘરમાં દરિદ્રતા કે પરિવારમાં અણબનાવ થઈ શકે છે.
પગને સ્પર્શ કરીને જવુ
કાગડાનું પગને સ્પર્શ કરીને જવું શુભ સંકેત છે. તેનાથી તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળી શકે છે.
પાછળથી અવાજ આવવો
પાછળથી કાગડાનો અવાજ આવવો શુભતા અને સમસ્યાઓથી મુક્તિ મેળવવાનો સંકેત છે.
ચાંચમાં રોટલી દબાવવી
પિતૃ પક્ષના સમયે જો તમને કાગડો ચાંચમાં રોટલી દબાવતો જોવા મળે તો તે ઘરમાં ધન અને ધાન્યની પુષ્કળતાનો સંકેત છે.
પાણી પીતા જોવો
કાગડાને પાણી પીતા જોવો કાર્યમાં આવી રહેલી મુશ્કેલીઓના દૂર થવા અને પિતૃની કૃપા પ્રાપ્ત થવાનો સંકેત છે.
પીઠ સ્પર્શ કરવી
પિતૃ પક્ષ વખતે કાગડાનું પીઠ પર સ્પર્શ કરવું શુભ સમાચારનો સંકેત માનવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.