બ્રેકિંગ ન્યુઝ
બંને ટીમ આવતી કાલે પિન્ક કલર સાથે નજરે પડશે. અસલમાં ૨૦૦૯થી સિડનીમાં રમાતી નવા વર્ષની પ્રથમ ટેસ્ટ 'પિન્ક ટેસ્ટ' તરીકે ઓળખાય છે. આ મેચ જોકે ડે-નાઇટ નથી હોતી, બલકે આમાં બંને ટીમના ખેલાડી ઘણી ગુલાબી રંગની ચીજ સાથે મેદાનમાં ઊતરે છે.
ADVERTISEMENT
૨૦૧૯ની પિન્ક ટેસ્ટ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ રમાઈ હતી
૨૦૧૯ની પિન્ક ટેસ્ટ પણ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ રમાઈ હતી, જે ડ્રોમાં પરિણમી હતી. એ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પિન્ક ગ્લોવ્ઝ અને બેટ પર પિન્ક ગ્રિપ ચડાવીને મેદાનમાં ઊતર્યો હતો. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ પિન્ક ટેસ્ટમાં સાત વિકેટે ૬૨૨ રન ખડકી ઇનિંગ્સ ડિકલેર કરી હતી.
ADVERTISEMENT
સ્ટમ્પથી લઈને ખેલાડીઓનાં ગ્લોવ્ઝ, બેટ ગ્રિપ, બ્રાન્ડ લોગો, હોર્ડિંગ, કેપ અને દર્શકોનો પોશાક પણ ગુલાબી
આ ટેસ્ટ પિન્ક બોલથી નહીં, બલકે પરંપરાગત રેડ બોલથી જ રમાય છે. પિન્ક બોલનો ઉપયોગ માત્ર ડે-નાઇટ ટેસ્ટ માટે જ કરવામાં આવે છે, જોકે પિન્ક ટેસ્ટમાં સ્ટમ્પથી લઈને ખેલાડીઓનાં ગ્લોવ્ઝ, બેટ ગ્રિપ, બ્રાન્ડ લોગો, હોર્ડિંગ, કેપ અને દર્શકોનો પોશાક પણ મોટા ભાગે પિન્ક જ નજરે પડે છે.
ADVERTISEMENT
ગ્લેન મેગ્રાના વાઈફ જેનનું ૨૦૦૮માં બ્રેસ્ટ કેન્સરના કારણે નિધન થયું હતું
પિન્ક ટેસ્ટનો સંબંધ ઓસ્ટ્રેલિયાના એક સમયના દિગ્ગજ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રા અને તેની પત્ની જેન સાથે જોડાયેલો છે. ટેસ્ટ મેચના ત્રીજા દિવસને 'જેન મેકગ્રા ડે'ના નામથી ઓળખવામાં આવે છે. જેનનું ૨૦૦૮માં બ્રેસ્ટ કેન્સરના કારણે નિધન થયું હતું. ત્યાર બાદ બ્રેસ્ટ કેન્સર પ્રત્યે લોકોમાં જાગરુકતા ફેલાવવા માટે સિડનીમાં પિન્ક ટેસ્ટની શરૂઆત થઈ. આ ગ્લેન મેકગ્રાનું હોમગ્રાઉન્ડ પણ છે.
ADVERTISEMENT
મેચનો નફો મેકગ્રા ફાઉન્ડેશનને દાન કરવામાં આવે છે
આ મેચમાંથી જે પણ નફો થાય છે તે બધો મેકગ્રા ફાઉન્ડેશનને દાન કરવામાં આવે છે. ૨૦૦૫માં ગ્લેન મેકગ્રા અને તેની જેને આ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી, પરંતુ તેનાં ત્રણ વર્ષ બાદ જ જેનનું નિધન થયું. આ જાગરુકતા અભિયાનને સપોર્ટ કરવા માટે દર્શકો પણ ગુલાબી કપડાં પહેરી સ્ટેડિયમમાં આવે છે.
ADVERTISEMENT
પિન્ક ટેસ્ટ ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી
સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રથમ પિન્ક ટેસ્ટ ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. એ ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ ૧૦૩ રનથી જીતી લીધી હતી. એ ટેસ્ટ દ્વારા ૧.૨ મિલિયન ડોલર (લગભગ ૮.૭૭ કરોડ રૂપિયા) એકઠા થયા હતા ત્યારથી અત્યાર સુધીનાં ૧૦ વર્ષથી સિડનીમાં નવા વર્ષની પ્રથમ ટેસ્ટ પિન્ક ટેસ્ટ તરીકે રમાય છે. આવતી કાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેદાન પર કુલ ૧૧મી પિન્ક ટેસ્ટ હશે.
ADVERTISEMENT
સિડની પિન્ક ટેસ્ટનું ઘર છે: મેકગ્રા
તાજેતરમાં કોરોના અને તેના કડક નિયમના કારણે સિડનીની મેચને મેલબોર્નમાં શિફ્ટ કરવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, જોકે હવે આ ટેસ્ટ આવતી કાલથી સિડનીમાં જ શરૂ થવાની છે. આ અંગે મેકગ્રાએ કહ્યું, ''અમને ખુશી છે કે આ પિન્ક ટેસ્ટ એસસીજીમાં જ રમાશે. સિડની પિન્ક ટેસ્ટનું ઘર છે. ચાહકો આ ટેસ્ટ મેચનો ઉત્સાહપૂર્વક ઇંતેજાર કરતા હોય છે.''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.