ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વરસાદની વિરામ વચ્ચે ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ ક્યાં ખાબકશે

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / વરસાદની વિરામ વચ્ચે ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જુઓ ક્યાં ખાબકશે

Last Updated: 07:40 AM, 11 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાત રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદે થોડા દિવસથી ખમૈયા કર્યા છે. અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે થોડા વિરામ પછી ગુજરાતમાં ફરી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

1/5

photoStories-logo

1. હળવાથી મધ્યમ વરસાદ

ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદે જાણે વિદાય લીધી હતી અને વાતાવરણમાં ગરમીનું જોર વધ્યું હતું. આજના દિવસે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધીના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની દસ્તક જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઉત્તર ગુજરાતમાં વરસાદ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાંમધ્યમ વરસાદની સંભાવના છે. તેમજ, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના ઘણા વિસ્તારોમાં પણ આજ રોજ વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. મધ્ય ગુજરાત અને પૂર્વ વિસ્તાર

હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ખેડા, અમદાવાદ અને આણંદ જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ બની શકે છે. અમદાવાદમાં હાલ ગરમીના લીધે શહેરીજનો પરેશાન છે ત્યારે વરસાદથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું થશે તેવી શક્યતા છે. પંચમહાલ, દાહોદ અને મહીસાગર જેવા પૂર્વ ગુજરાતના પ્રદેશોમાં વરસાદની આગાહી મુજબ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની દસ્તક

આ વર્ષે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું ત્યારે ફરી એકવાર દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે. તે ઉપરાંત, ભરૂચ, સુરત અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તાપી, નવસારી અને વલસાડ જેવા દક્ષિણના સરહદી જિલ્લાઓમાં વરસાદની અસર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર જિલ્લામાં આજે વરસાદી માહોલ રહેવાની આગાહી છે. આ સાથે દ્વારકા, બોટાદ અને પોરબંદર જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેમ કે મોરબી, ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Department Gujarat Rain Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ