બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ભર ઉનાળે ઠંડુ પાણી પીનારા ચેતી જજો! બની શકો છો આ ગંભીર બીમારીના ભોગ, જાણો નુકસાન

photo-story

9 ફોટો ગેલેરી

હેલ્થ / ભર ઉનાળે ઠંડુ પાણી પીનારા ચેતી જજો! બની શકો છો આ ગંભીર બીમારીના ભોગ, જાણો નુકસાન

Priyankka Triveddi

Last Updated: 03:27 PM, 10 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઉનાળો શરૂ થાય અને ગરમી જોર પકડે એટલે આપણને બધાને ફ્રીઝનું ઠંડુ પાણી પીવા જોઈએ. પણ શું તમે જાણો છો કે ફ્રીઝનું ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થઈ શકે છે. આયુર્વેદમાં પણ ફ્રીઝનું ઠંડુ પાણી પીવાની મનાઈ કરવામાં આવે છે.

1/9

photoStories-logo

1. ગરમીમાં ઠંડુ પાણી

કાળઝાળ ગરમીમાં ઠંડુ પાણી તાત્કાલિક રાહત આપે છે. પરંતુ વધુ પડતું ઠંડુ કે બરફવાળું પાણી વધારે માત્રામાં લેવાથી સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ એવું કહે છે કે માટીના વાસણમાં પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ઠંડુ પાણી ક્યારે ન પીવું જોઈએ?

જમ્યા પછી તરત જ ભૂલથી પણ ઠંડુ પાણી ન પીવું. કારણ કે ઠંડુ પાણી પાચન પ્રક્રિયાને ધીમી કરે છે. આનાથી ગેસ, અપચો અને એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. વર્કઆઉટ પછી તરત

કસરત કે વર્કઆઉટ પછી તરત જ રેફ્રિજરેટ કરેલું પાણી પીવું નુકસાનકારક હોઈ શકે છે. કસરત દરમિયાન શરીર ગરમ થઈ જાય છે, અને અચાનક ઠંડુ પાણી પીવાથી આંચકો લાગી શકે છે. આનાથી થાક વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. શરદી કે તાવમાં

શરદી કે તાવ દરમિયાન ઠંડુ પાણી પીવાથી તબિયત વધુ ખરાબ થઈ શકે છે અને ગળામાં સોજો વધી શકે છે. આ ઉપરાંત સૂતા પહેલા ઠંડુ પાણી પીવાથી પાચનતંત્ર પર અસર પડી શકે છે અને ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. ફ્રીઝનું પાણી પીવાથી કયા રોગ થઈ શકે?

ગળામાં દુખાવો/ટોન્સિલિટિસ, સાઇનસ, નબળું પાચનતંત્ર, સાંધાનો દુખાવો , માથાનો દુખાવો, માઇગ્રેનમાં , બ્લડ સર્ક્યુલેશનમાં અવરોધ

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. કોણે ફ્રીઝનું પાણી બિલકુલ ન પીવું જોઈએ?

આરોગ્ય નિષ્ણાતો જેમને સાઇનસ, અસ્થમા અથવા શ્વાસને લગતા રોગ હોય કે જેમને વારંવાર ગળામાં દુખાવો, વૃદ્ધ કે સાંધાના દુખાવાની ફરિયાદ હોય છે તેમને ઠંડુ પાણી પીવાની સલાહ આપતા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. આ દર્દીઓએ પણ ચેતવું

પાચન સંબંધી સમસ્યાઓ ધરાવતા અથવા ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા દર્દીઓએ પણ તેનાથી દૂર રહેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. વધુ પડતું ઠંડુ પાણી પીવાની ખરાબ અસર

વધુ પડતું ઠંડુ પાણી પીવાથી શરીરના કુદરતી તાપમાન પર અસર પડે છે. તે રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે. ઠંડા પાણીને કારણે બલ્ડ વેઈન્સ / રક્તવાહિનીઓ સંકોચાવા લાગે છે. જે શરીરમાં રક્ત પ્રવાહ ધીમો કરી શકે છે. પાચન ઉત્સેચકોની ક્રિયા ધીમી પડી જાય છે જેના કારણે પાચનની તકલીફ થાય છે. જેના કારણે વજન વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

સંકળાયેલા મુદ્દાઓ

health tips drinking water side effect of cold water
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ