બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / petrol diesel price today todays rates of petrol and diesel released check what is going on in your city

તમારા કામનું / પેટ્રોલ- ડીઝલના નવા રેટ જાહેર, ચેક કરો તમારા શહેરમાં કેટલા છે ભાવ

Dharmishtha

Last Updated: 07:55 AM, 18 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. આંકડા અને દિવસો પર નજર નાંખીએ તો ગત 74 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે.

  • ગત 74 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર 
  • વાહન ઈંધણ કિંમતોમાં 4 નવેમ્બર 2021થી ફેરફાર થયો નથી
  •  દિલ્હીમાં પેટ્રોલ 95.41 રુપિયા અને ડીઝલ 86.67 રુપિયા પ્રતિ લીટર છે

ગત 74 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર 

IOCLએ આજે મંગળવાર માટે પેટ્રોલ ડીઝલના રેટ જારી કરી દીધા છે. આજની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. આંકડા અને દિવસો પર નજર નાંખીએ તો ગત 74 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે.  ઉલ્લેખનીય છે કે વાહન ઈંધણ કિંમતોમાં 4 નવેમ્બર 2021થી ફેરફાર થયો નથી. તે સમયે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર ઉત્પાદન કર 5 રુપિયા અને ડીઝલ પર 10 રુપિયા પ્રતિ લીટર ઘટાડ્યા હતા.

 દિલ્હીમાં પેટ્રોલ 95.41 રુપિયા અને ડીઝલ 86.67 રુપિયા પ્રતિ લીટર છે

હાલમાં દિલ્હીમાં આજે પેટ્રોલ 95.41 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રુપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. ઉત્પાદન કરની પહેલા દેશભરમાં વાહન ઈંધણના ભાવ સર્વકાલિક ઉચ્ચસ્તર પર પહોંચી ગયા હતા. મોટાભાગના શહેરોમાં પેટ્રોલમાં સેન્યુરી કરી હતી. ત્યારે ડીઝલ પણ અનેક શહેરોમાં 100 રુપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયુ હતુ. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પેટ્રોલ 95.28 રુપિયા અને ડીઝલ 86.80 રુપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ફુડ ઓઈલ 5 નવેમ્બર 2021એ 82.74 ડોલર પ્રતિ  બેરલ પર હતુ

જો કે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર બ્રેન્ટ કાચા તેલના ભાવમાં ઘણો ઉચાર ચઢાવ આવી રહ્યો છે. બ્રેન્ટ ફુડ ઓઈલ 5 નવેમ્બર 2021એ 82.74 ડોલર પ્રતિ  બેરલ પર હતુ. એક ડિસેમ્બરે આ ઘટીને 68.87 ડોલર પ્રતિ બેરલ પર આવ્યું હતુ. આ બાદ તેના ભાવ વધી રહ્યા છે. આ પણ 85 ડોલર પ્રતિ બેલર પર પહોંચી ગયા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઉતાર ચઢાવની વચ્ચે દેશમાં ફ્યૂલ પ્રાઈસ સ્થિર બનેલી છે.

દેશના મહાનગરો સહિત પ્રમુખ શહેરોના આજના ભાવ

  • દિલ્હી પેટ્રોલ 95.41 રુપિયા અને ડીઝલ 86.67 રુપિયા પ્રતિ લીટર
  • મુંબઈ પેટ્રોલ 109.98 રુપિયા અને ડીઝલ 94.14 રુપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ 101.40 રુપિયા અને ડીઝલ 91.43 રુપિયા પ્રતિ લીટર
  • કોલકત્તા પેટ્રોલ 104.67 રુપિયા અને ડીઝલ 89.79 રુપિયા પ્રતિ લીટર
  • ગાંધીનગર પેટ્રોલ 95.35 રુપિયા અને ડીઝલ 89.33 રુપિયા પ્રતિ લીટર

દર રોજ સવારે 6 વાગે બદલાય છે કિંમતો

ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બદલાય છે. સવારે 6 વાગે નવા ભાવ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેના ભાવ બે ગણા થઈ જાય છે. વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવ શુ છે. આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે.  આ માપદંડોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલના રેટ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે પોતાને રિટેલ કિંમતો પર ઉપભોક્તાઓને અંતમાં ટેક્સ અને પોતાના માર્જિનને જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ - ડીઝલમાં આ કોસ્ટ પણ જોડાઈ જાય છે.

જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

પેટ્રોલ-ડિઝલની કિંમત તમે  SMS દ્વારા જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટના અનુસાર તમે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલી શકે છે. એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને ભાવ જાણી શકે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Diesel Petrol Price ડીઝલ પેટ્રોલ ભાવ petrol
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ