ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / person found his ring from his own lungs

OMG / ફેફસામાંથી મળી 5 વર્ષ પહેલા ખોવાયેલી નાકની રિંગ, એક્સ રેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Published By: Jaydeep Shah

Last Updated: 09:36 AM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક શખ્સને પાંચ વર્ષ પહેલા ખોવાયેલી રિંગ પોતાના જ ફેફસામાંથી પાછી મળી. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • શખ્સનાં ફેફસામાંથી મળી નાકની રિંગ 
  • 5 વર્ષ પહેલા ખોવાઈ ગઈ હતી તે રિંગ 
  • રિંગ શ્વાસના માધ્યમથી અંદર ખેંચાઈ ગઈ હતી 

શખ્સનાં ફેફસામાંથી મળી નાકની રિંગ 

ઘણી વખત જીવનમાં અમુક એવી વસ્તુઓ થઇ જાય છે, જેના વિષે આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. એક શખ્સ સાથે એવું બન્યું કે એક વસ્તુને તે ભૂલી ગયો હતો પરંતુ 5 વર્ષ બાદ પણ તેને એ વસ્તુ તે જ જગ્યા પર મળી, જેની તેણે કલ્પના પણ કરી ન હતી. 

5 વર્ષ પહેલા ખોવાઈ ગઈ હતી રિંગ 

35 વર્ષના એક શખ્સની છાતીમાં ખૂબ જ દુખાવો થયો અને તેને ઉધરસ પણ આવી રહી હતી. તેણે સ્કેનીંગ કરાવ્યું તો ફેફસામાં ફસાયેલ રિંગ જોઈને તેને વિશ્વાસ ન થયો કે 5 વર્ષ પહેલા તે રિંગ ખોવાઈ ગઈ હતી. ચોંકાવનાર વાત તો એ છે કે 5 વર્ષ સુધી ફેફસામાં ફસાયેલી રિંગ વિષે તેને જાણ જ ન થઇ.

 ફેફસામાંથી નીકળી નાકની રિંગ 
પિયર્સિંગના શોખીન જોઈ લિંકિંસ સીનસીનાટીનાં રહેવાસી છે. તેમણે થોડા અઠવાડીયા પહેલા જ અડધી રાત્રે ઉધરસ આવવા લાગી હતી. તેમને લાગ્યું કે કોઈ વસ્તુ તેમના શ્વાસ રોકી રહી છે. જ્યારે તેમને દુખાવો થવા લાગ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ત્યારે તેમણે તેને ન્યુમોનિયાનો અટેક સમજ્યો અને ડોક્ટર પાસે પહોંચી ગયા. તેમણે પછીના જ દિવસે ડોક્ટરને એક્સ-રે માટે કહ્યું અને જ્યારે તેમના ડાબા ફેફસામાં રિંગ મળી, તો ડોક્ટર પણ હેરાન રહી ગયા. તેમણે જોઈને તે બતાવ્યું   ત્યારે તેમને યાદ આવ્યું કે 5 વર્ષ પહેલા તેમના નાકની રિંગ  ખોવાઈ ગઈ હતી, જે હવે મળી ગઈ. 

ફેફસામાં કેવી રીતે પહોંચી રિંગ?
જોઈએ જણાવ્યું કે વર્ષો પહેલા તેઓ સવારે ઉઠ્યા, તો પોતાના નાકની રિંગ ગાયબ થઇ ગઈ હતી. તેમણે 4 વર્ષથી તે રિંગ પહેરેલી હતી, પણ તે પણ ખોવાઈ ન હતી. તેમણે દરેક જગ્યાએ તે રિંગ શોધવાની કોશિશ કરી પણ ન મળી. તેમને લાગ્યું કે તેઓ કદાચ ભૂલથી રિંગ ગળી ગયા છે, પણ તેમને શ્વાસના માધ્યમથી તેને અંદર ખેંચી લીધી હતી, જે તેમના ડાબા ફેફસામાં ફસાઈ ગઈ હતી. જોઈની રિંગ ફેફસામાં જોયા બાદ ડોકટરોએ તેને ઈમરજન્સી સર્જરીથી બહાર કાઢી. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News OMG NEWS ઓહ માય ગોડ OMG news

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ