બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / Paytm shares became a rocket jumped by 10% as soon as the market opened

શેર માર્કેટ / Paytmનો શેર તો ઉપડ્યો! બજાર ખૂલતાં મચાવી ધૂમ, એક મુલાકાતથી આટલા ટકાની છલાંગ

Megha

Last Updated: 11:19 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytmની પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશનના શેરમાં ત્રણ દિવસ સુધી લોઅર સર્કિટ જોવા મળી હતી પરંતુ હવે આ શેર રોકેટ બન્યો છે. સતત બે દિવસથી Paytmનો શેર ઝડપથી વધી રહ્યો છે.

  • છેલ્લા થોડા સમયથી Paytm લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે.
  • સતત બે દિવસથી Paytmનો શેર ઝડપથી વધી રહ્યો છે.
  • પહેલા Paytmના શેરમાં ત્રણ દિવસ સુધી લોઅર સર્કિટ જોવા મળી હતી. 

છેલ્લા થોડા સમયથી Paytm લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યું છે. એક તરફ RBIની કડક કાર્યવાહી બાદ Paytmની બેંકિંગ સેવાઓ બંધ થવા જઈ રહી છે અને આ સામચાર બાદ Paytmના શેરમાં ત્રણ દિવસ સુધુ લોઅર સર્કીટ લાગી હતી. પરંતુ હવે સતત બે દિવસથી Paytmનો શેર ઝડપથી વધી રહ્યો છે. 

સતત ત્રીજા દિવસે Paytmના શેરમાં મોટો કડાકો: રોકાણકારોને મોટું નુકસાન,  20,500 કરોડ સ્વાહા/ paytm shares crash 3rd consecutive day investors loss  of rs 20500 crore

ત્રણ દિવસ સુધી લોઅર સર્કિટ લાગી હતી 
Paytmની પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશનના શેરમાં ત્રણ દિવસ સુધી લોઅર સર્કિટ જોવા મળી હતી પરંતુ હવે આ શેર રોકેટ બન્યો છે. મંગળવાર બાદ આજે બુધવારે પણ તે રોકેટની ઝડપે ચાલીને 10 ટકા ઉછળ્યો છે.

આજે સેન્સેક્સની શરૂઆત 72,500 ના સ્તરની ઉપર થઈ છે. બજાર ખુલતાની સાથે જ બેન્ક નિફ્ટી 46,000ને પાર કરી ગયો છે. નિફ્ટી ઓલ-ટાઈમ હાઈથી માત્ર 80 પોઈન્ટ દૂર છે અને શક્ય છે કે આજે તે ઓલ ટાઈમ હાઈનું નવું સ્તર બનાવી શકે.

10 ટકાના ઉછાળા સાથે રૂ. 496.25 પર પહોંચ્યો શેર 
આજે માર્કેટ ખુલતાની સાથે જ Paytmના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી અને તે 4 ટકાથી વધુના ઉછાળા સાથે ખુલ્યો હતો. ધીરે ધીરે Paytmની પેરેન્ટ કંપની One97 Communication Ltdનો શેર 10 ટકાના ઉછાળા સાથે રૂ. 496.25 પર પહોંચ્યો હતો. 

Topic | VTV Gujarati

Paytm શેરમાં વધારો થવા પાછળ બે કારણો
આજે, Paytm શેરમાં વધારો થવા માટે બે કારણો ગણવામાં આવી રહ્યા છે. પ્રથમ, કંપનીએ એવી અટકળોને નકારી કાઢી છે કે તેની સહયોગી કંપની અને સીઇઓ અને સ્થાપકની સરકારી એજન્સીઓ દ્વારા વિદેશી વિનિમય નિયમો અને મની લોન્ડરિંગના સંભવિત ઉલ્લંઘન માટે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ Jio Financial Services (JFS) એ પેટીએમના વોલેટ બિઝનેસને ખરીદવાની વાત કરતા હોવાના અહેવાલોને "અટકળો" તરીકે ફગાવી દીધી હતી. 

આરબીઆઈ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ - વિજય શેખર શર્મા
ઉપરાંત Paytmના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્માએ આ સંકટ વચ્ચે પણ એક ટાઉન હોલમાં પોતાના કર્મચારીઓને કહ્યું છે કે ટૂંક સમયમાં બધું ઉકેલાઈ જશે. અમે આરબીઆઈ સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. 

વધુ વાંચો: રોકાણકારો માટે લકી શેર! 1 રૂપિયાના શેરે 5 વર્ષમાં બનાવ્યા કરોડપતિ, તગડા રિર્ટનના આંકડા ચોંકાવનારા

આ સિવાય ગઈકાલે સાંજે એક માહિતી સામે આવી હતી કે વિજય શેખર શર્માએ મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા. તેમણે નાણામંત્રીને મળીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, Paytm પેમેન્ટ્સ બેંકના અધિકારીઓની એક ટીમ તેમની સાથે RBI અધિકારીઓને પણ મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ