બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / paytm crisis benefit to these apps including phonepe google pay and bhim app

Paytm Crisis / Paytm પર RBIની તવાઈથી આ કંપનીઓને લોટરી લાગી, કમાઈ રહ્યા છે તગડા રૂપિયા

Manisha Jogi

Last Updated: 12:45 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વિરુદ્ધ કાર્યવાહી કરતા પેટીએમ પર મુસીબતોનો માર વધી ગયો છે. પેટીએમ પર RBIએ કાર્યવાહી કરતા અન્ય કંપનીઓને ફાયદો થયો છે. ફોનપે, ભીમ એપ અને ગૂગલ પે કંપનીઓને જબરદસ્ત ફાયદો થયો છે.

  • પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વિરુદ્ધ RBIની કાર્યવાહી
  • RBIએ કાર્યવાહી કરતા અન્ય કંપનીઓને ફાયદો થયો
  • ફોનપે, ભીમ એપ અને ગૂગલ પે કંપનીઓને જબરદસ્ત ફાયદો

RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્ક વિરુદ્ધ કાર્યવાહી કરતા પેટીએમ પર મુસીબતોનો માર વધી ગયો છે. પેટીએમ પર RBIએ કાર્યવાહી કરતા અન્ય કંપનીઓને ફાયદો થયો છે. ફોનપે, ભીમ એપ (BHIM) અને ગૂગલ પે (Google Pay) કંપનીઓને જબરદસ્ત ફાયદો થયો છે. ભારતમાં પેટીએમનો દબદબો હોવાને કારણે આ કંપનીઓને ખૂબ જ નુકસાન થઈ રહ્યું હતું. રિઝર્વ બેન્કે 31 જાન્યુઆરીના રોજ પેટીએમ પર પ્રતિબંધ મુકતા પેમેન્ટ્સ બેન્ક હવે ડિપોઝિટ સ્વીકાર કરી શકતી નથી. 

ફોન પે, ગૂગલ પે અને BHIM એપ્લિકેશન ડાઉનલોડ 
મીડિયા રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે, 3 ફેબ્રુઆરીના રોજ 2.79 લાખ લોકોએ ફોન પે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. 27 જાન્યુઆરીના રોજ 1.92 લાખ લોકોએ ફોન પે એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. જેથી ફોન પે એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં 24 ટકાનો વધારો થયો છે. BHIM એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં 50 ટકાનો વધારો નોંધાયો છે. આ મામલે ગુગલ પે ડાઉનલોડમાં સુસ્તતા જોવા મલી રહ્યા છે. ગુગલ પે ડાઉનલોડ કરવી સંખ્યામાં માત્ર 4.9 ટકાનો વધારો થયો છે. 

પેટીએમ કસ્ટમર્સને મેસેજ અને ઈમેઈલ મોકલે છે
RBIએ પેટીએમ પર કાર્યવાહી કરતા કંપની હવે નુકસાનની ભરપાઈ કરી રહી છે. ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે પેટીએમ ગ્રાહકોને મેસેજ અને ઈમેઈલ મોકલે છે. આ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, તમારા પૈસા અમારી પાસે સુરક્ષિત છે. RBIના આ નિર્ણયને કારણે પેટીએમ 29 ફેબ્રુઆરી પછી ડિજિટલ વોલેટ બિઝનેસ નહીં કરી શકે છે. RBI પેટીએમ પેમેન્ટ્સ બેન્કનું લાયસન્સ વન97 કમ્યુનિકેશન્સને ટ્રાન્સફર કરશે તો તે બિઝનેસ ચાલુ રાખી શકે છે. તમને જણાવી દઈએ કે, RBIની આ કાર્યવાહી પછી ગ્રાહકોને વિશ્વાસ જીતવો તે કંપની માટે ખૂબ જ મોટો પડકાર હશે. 

વધુ વાંચો: દુનિયાની દિગ્ગજ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, 10 વર્ષમાં 11 ગણા કરી નાખ્યા રૂપિયા, રૂપિયા ગણતાં થાક્યા લોકો

પેટીએમના શેર ધડામ
પેટીએમની ડિજિટલ પેમેન્ટ સેક્ટર પર શાનદાર પકડ હતી. RBIએ પેટીએમ પર કાર્યવાહી કરતા કંપનીની માર્કેટ વેલ્યૂમાં 2.3 અરબ ડોલરનો ઘટાડો થયો છે. પેટીએમની પેરેન્ટ કંપની વન97 કમ્યુનિકેશન્સના શેરમાં પણ 39 ટકાનો ઘટાડો થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ