બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Pathaan becomes the highest grossing hindi film 11 day collection of shahrukh khan film

બોલિવૂડ ન્યૂઝ / બોલિવૂડની સૌથી મોટી ફિલ્મ બની પઠાણ: 11 જ દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા તમામ રેકૉર્ડ, કમાણીનો આંકડો જુઓ ક્યાં પહોંચ્યો

Published By: Parth

Last Updated: 09:21 AM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pathaan Box Office Collection: શાહરુખ ખાનની પઠાણ ફિલ્મને લઈને ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે ત્યારે કમાણીના આંકડાઓ એક બાદ એક અનેક રેકૉર્ડ તોડી રહ્યા છે.

શાહરુખ ખાને પઠાણ ફિલ્મ દ્વારા સાબિત કરી બતાવ્યું છે કે તે આજે પણ બોક્સ ઓફિસનો બાદશાહ છે, 11માં દિવસે પણ પઠાણની કમાણીના આંકડા આસમાને છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાના જણાવ્યા અનુસાર, પઠાણે 11માં દિવસે લગભગ રૂ. 22 કરોડનું ઓલ ઈન્ડિયા નેટ કલેક્શન કર્યું છે. પઠાણની કમાણીમાં મોટો ઉછાળો લેતા તેણે શનિવારે (4 ફેબ્રુઆરી) લગભગ 22 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

 

ભારતમાં પઠાણની કમાણી 400 કરોડને પાર
શાહરુખની પઠાણ આમિર ખાનની દંગલને પછાડીને ભારતીય બોક્સ ઓફિસ પર સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. માત્ર ભારતની વાત કરીએ તો 11માં દિવસે પઠાણ ફિલ્મે કુલ 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પઅહેલા આમિર ખાનની દંગલે ભારતમાં 387 કરોડ કમાઈને રેકૉર્ડ બનાવ્યો હતો જે હવે તૂટી ગયો છે. જોકે જોવાનું એ રહે છે કે પઠાણની કમાણી હજુ કેટલા નવા રેકૉર્ડ બનાવે છે અને ક્યાં જઈને અટકે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pathaan (@pathaanthefilm)

શાહરુખે આપ્યો મજેદાર જવાબ 
ભારત સહિત વિશ્વ આખાની વાત કરીએ તો 10 દિવસમાં બૉક્સ ઑફિસ પર આશરે 725 કરોડનું 'વર્લ્ડવાઈડ' કલેક્શન (ચોથી ફેબ્રુઆરી અનુસાર આંકડો) કરી ચૂકેલી પઠાણની કમાણી પર ઘણા બધા લોકો વિશ્વાસ કરી શકતા નથી. આવા જ એક યુઝરે શાહરૂખને પૂછ્યુ કે ફિલ્મનુ રિયલ કલેક્શન શુ છે? જેનો જવાબ આપતા શાહરૂખે કહ્યું, '5000 કરોડ પ્યાર. 3000 કરોડ વખાણ. 3250 કરોડ હગ્સ. 2 અબજ હાસ્ય અને હજી ગણતરી ચાલી રહી છે. તારું એકાઉન્ટ શુ જણાવી રહ્યું છે?' થિયેટરમાં 5 વખત પઠાણ જોવાનો દાવો કરનારા એક યુઝરે શાહરૂખ સાથેની વાતચીતમાં તેમને 1 કરોડની માંગણી કરી નાખી. જેનો જવાબ આપતા શાહરૂખે કહ્યું, 'ભાઈ આટલુ રેટ ઑફ રિટર્ન નથી મળતુ, શેર માર્કેટમાં પણ. થોડુ જોઈ જો પછી વિચારીએ..'
 

સંકળાયેલા મુદ્દાઓ

Pathaan Pathaan Box Office Collection shahrukh khan pathaan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ