બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Parliamentary panel meets on cryptocurrency, MPs signal regulation, no ban

મોટી બેઠક / ક્રિપ્ટોકરન્સી પર સંસદીય પેનલની બેઠક યોજાઈ, સાંસદોએ રેગુલેટ કરવાના આપ્યા સંકેત, પ્રતિબંધ નહી લાગે

Published By: Ronak

Last Updated: 09:50 PM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિપ્ટોકરન્સીને લઈને આજે સંસદિય બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ક્રિપ્ટોકરન્સીને રેગુલેટ કરવા માટે સંકેતો આપવામાં આવ્યા છે. સાથેજ તેના પર પ્રતિબંધ પણ નહી લાગે

  • ક્રિપ્ટોકરન્સી પર સંસદીય પેનલની બેઠકા યોજાઈ 
  • પ્રતિબંધ નહી લાગે ક્રિપ્ટોકરન્સી પર 
  • સાંસદોએ રેગુલટ કરવાના આપ્યા સંકેત 

ક્રિપ્ટોકરન્સીને લઈને સંસદીય પેનલની આજે બેઠક યોજાઈ હતી. સૂત્રો દ્વારા એવી માહિતી સામે આવી છે કે ક્રિપ્ટો કરન્સી તેમજ બ્લોકચૈન ટેક્નોલોજીને પૂરી રીતે બૈન કરવામાં નહી આવે. સાથેજ તેને યોગ્ય રીતે રેગુલેટ કરવાને લઈને પણ ચર્ચા થઈ હતી. 

ક્રિપ્ટો એક્સચેન્જ અને ઉદ્યોગ નિકાસ પર થઈ ચર્ચા 

આ બેઠકમાં સંસદીય સ્થાઈ સમિતિએ ક્રિપ્ટો એક્સચેન્જ, ઉદ્યોગ નિકાસ પર ચર્ચા કરી હતી. છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીમાં વધતા રોકાણને લઈને જોખમોની સાથે સાથે અન્ય ખતરા પણ પૈદા થયા છે. જેને લઈને ક્રિપ્ટોકરન્સી ચર્ચાનું કેન્દ્ર બની છે અને આજે તેને લઈને સંસદિય બેઠક યોજાઈ હતી. 

નિયમન કરવા નિયમનકારી પદ્ધતિની સ્થાપના કરાશે 

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ બેઠકમાં ક્રિપ્ટોકરન્સીનું નિયમન કરવા માટે એક નિયમનકારી પદ્ધતિની સ્થાપના કરવાને લઈને ચર્ચા થઈ હતી. જોકે આ મામલે કોના હાથમાં સત્તા આપવામાં આવશે તેને લઈને કોઈ માહિતી સ્પષ્ટ નથી થઈ. સાસંદોએ રોકાણકારોના રૂપિયાની ચિંતા વ્યક્ત કરી હતી. 

સરકારી અધિકારી થસે પેનલમાં શામેલ 

સમાચાર પત્રોમાં ક્રિપ્ટોકરન્સીને લઈને જે જાહેરાતો કરવામાં આવી રહી છે. તેને લઈને પણ સાવાલો ઉઠ્યા હતા. સૂત્રો દ્વારા એવી પણ માહિતી સામે આવી છે કે ક્રિપ્ટોકરન્સીને લઈને જે ચિંતા છે તેના માટે એક સરકારી અધિકારીનો પેનલમાં શામેલ થાય. જોકે કયા સરકારી અધિકારીઓ પેનલમાં શામેલ થશે તે વિશે કોઈ ચોક્કસ માહિતી હજુ સામે નથી આવી. 

શિયાળું સત્રમાં સરકાર ખાસ પ્લાન અમલમાં મુકે તેવી શક્યતા 

આપને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સીને લઈને મોદી સકકાર પણ હરકતમાં છે ગત 13 નવેમ્બરે PM મોદીની અધ્યક્ષતામાં આ મામલે બેઠક થી હતી. જેમા વિશ્વભરના દેશોના વિશેષજ્ઞો મામલે આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યુંછે કે ક્રિપ્ટોકરન્સીને લઈને સરકારે એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે જે સંસદમાં શિયાળુંસત્ર સમયે લોકો સમક્ષ મુકવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cryptocurrency Meeting regulate ક્રિપ્ટોરન્સી મોટી બેઠક રેગુલેટ cryprocurrancy meeting

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ