બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ભારત / parliament security breach: UP ATS found a secret diary from accused sagar sharma's house
Vaidehi
Last Updated: 06:31 PM, 15 December 2023
સંસદનાં સ્પ્રે કાંડે સમગ્ર દેશને હચમચાવીને રાખ્યું છે. આતંકી હુમલા જેવી જ ઘટનાએ દેશની તમામ ગુપ્ત એજન્સીઓને એકસાથે કામ પર લગાડી દીધું છે. ચાર લોકોએ દેશનાં તમામ ઓફિસરો દ્વારા બનાવવામાં આવેલી સિક્યોરિટીને ચેલેન્જ કર્યું. જો કે આ મામલામાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પણ સૌથી મોટી સફળતા તો યૂપી ATSને મળી કારણકે લખનઉમાં સાગર શર્માનાં ઘરેથી એક ડાયરી મળી આવી છે જેમાંથી આ ઘટનાને લઈને અનેક ખુલાસા સામે આવી શકે છે.
મૈસૂર-બેંગલોર કનેક્શન
લખનઉમાં સાગરની ડાયરીથી તેના બેંગલોર અને મૈસૂર સાથેનાં કનેક્શન સુરક્ષા એજન્સીઓ ખંખોળી રહી છે. યૂપી ATSને આરોપી સાગર શર્માનાં ઘરેથી જે ડાયરી મળી છે તેના પન્નાઓમાં કંઈક એવું લખેલું છે જેને હજુ સુધી ડીકોડ કરવામાં આવી રહ્યું છે. પોલીસને વિશ્વાસ છે કે આ ડાયરી અનેક રહસ્યોને ઊજાગર કરશે. એક પન્નામાં લખેલું હતું કે, " ઘરથી વિદાય લેવાનો સમય નજીક આવી ગયો છે. એક તરફ ડર પણ છે અને એક તરફ કંઈ કરી દેખાડવાની આગ પણ છે."
ડાયરીમાં લખ્યું છે કે...
સાગરે ડાયરીમાં જે વાત ઈમાનદારીથી લખી છે એ છે તેને લાગતાં ડરની વાત..તેણે લખ્યું કે કાશ હું મારી સ્થિતિ માતા-પિતાને સમજાવી શકતો..પણ એવું નથી કે મારા માટે સંઘર્ષનો આ રસ્તો સરળ રહ્યો. દરેક પળ મેં આશાઓ રાખી છે.
"5 વર્ષ મેં પ્રતીક્ષા કરી"
ડાયરીમાં એક જગ્યાએ લખેલું હતું કે, " 5 વર્ષ મેં પ્રતીક્ષા કરી છે કે એક દિવસ એવો આવશે જ્યારે હું મારા કર્તવ્યો તરફ આગળ વધીશ. દુનિયામાં શક્તિશાળી વ્યક્તિ એ નથી કે જે છીનવે છે..શક્તિશાળી વ્યક્તિ તો એ છે કે જે સુખ ત્યાગવાની ક્ષમતા રાખે છે."
1.5 વર્ષ પહેલાં મૈસૂરમાં મળ્યાં હતાં તમામ આરોપીઓ
પોલીસને મળેલી માહિતી અનુસાર તમામ આરોપીઓ એક સોશિયલ મીડિયા પેજ ' ભગત સિંહ ફેન ક્લબ' સાથે સંકળાયેલા હતાં. લગભગ 1.5 વર્ષ પહેલાં તમામ આરોપીઓ મૈસૂરમાં મળ્યાં હતાં.
આરોપીઓ પાસે હતો Plan B
વધુ એક ખુલાસો સામે આવ્યો કે સંસદમાં ઘુસણખોરી કરનારા આ તમામ આરોપીઓએ પ્લાન B તૈયાર કર્યો હતો. આ ખુલાસો ત્યારે થયો જ્યારે પોલીસે રિમાન્ડ પર પકડેલા આરોપીઓની સાથે પૂછપરછ કરી.
સાગર શર્મા, મનોરંજન ડી, નીલમ આઝાદ, અમોલ શિંદે, લલિત ઝા અને વિક્કી. આ એ નામ છે જેમણે સંસદમાં ધમાલ મચાવી દીધી હતી. સંસદમાં ધુઆડો ફેલાવ્યો હતો. સંસદની સિક્યોરિટીને ચેલેન્જ કરનારી આ ગેંગે દેશની મોટામાં મોટી એજન્સીને હચમચાવીને રાખી દીધું. હવે આ તમામ આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે. માહિતી અનુસાર પોલીસને મળી આવેલી આ સિક્રેટ ડાયરીમાં પ્લાનને લઈને મહત્વની બાબતો મળી આવી શકે છે. એટલું જ નહીં આ લોકોએ તો સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવીને તૈયારીઓ અને વાતચીત કરી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ