ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / pankhuri grabhouse founder pankhuri shrivastava demise

અવસાન / સ્ટાર્ટઅપ 'પંખુડી'ની ફાઉન્ડર પંખુડી શ્રીવાસ્તવના અચાનક મોતથી ખળભળાટ, માત્ર 32 વર્ષ હતી ઉંમર

Published By: Hiren

Last Updated: 08:43 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ કમ્યુનિટી પ્લેટફૉર્મ 'પંખુડી' અને હોમ રેન્ટલ સ્ટાર્ટઅપ 'ગ્રેબહાઉસ' જેવી સ્ટાર્ટઅપની ફાઉન્ડર પંખુડી શ્રીવાસ્તવના અચાનક મોતથી ખળભળાટ મચ્યો છે.

ADVERTISEMENT

  • સ્ટાર્ટઅપ 'પંખુડી'ની ફાઉન્ડરના અચાનક મોત ખળભળાટ
  • માત્ર 32 વર્ષ હતી ઉંમર, 2021માં બનાવી હતી પહેલી કંપની
  • અનેક લોકો આઘાતમાં

ઉત્તરપ્રદેશના ઝાંસીની રહેવાસી પંખુડીની ઉંમર માત્ર 32 વર્ષ હતી. પંખુડી શ્રીવાસ્તવના મોતનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવ્યું છે. પંખુડીની સત્તાવાર ટ્વિટર હેન્ડલે શોક સંદેશ જાહેર કરી કહ્યું છે કે, 24 ડિસેમ્બરે અચાકન હાર્ટ એટેકથી અમારી કંપનીની સીઈઓ પંખુડી શ્રીવાસ્તવનું નિધન થઇ ગયું છે. હાલમાં જ 2 ડિસેમ્બર 2021એ પંખુડીના લગ્નની એનિવર્સરી હતી.

અનેક લોકો આઘાતમાં

પંખુડીના અચાનક મોતથી સ્ટાર્ટઅપ અને વેન્ચર કેપિટલિસ્ટની દુનિયાના કેટલાક લોકો ભારે આઘાતમાં છે. જેમાં પંખુડીની કંપનીઓમાં રોકાણ કરનારા પણ કેટલાક લોકો સામેલ છે. પંખુડીના નિધન પર કલારી કેપિટલના ફાઉન્ડર વાણી કોલા, ઇન્ડિયા કોશંટના ફાઉન્ડર આનંદ લુનિયા, સર્જ સહિતનાએ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

2021માં બનાવી હતી પહેલી કંપની

પંખુડી શ્રીવાસ્તવે પોતાની પહેલી કંપની Grabhouse 2012માં બનાવી હતી. આને સિકોઇયા કેપિટલ, કલારી કેપિટલ અને ઇન્ડિયા કોશંટથી ફંડિંગ મળ્યું હતું. આ લોકોને ભાડાનું મકાન લેવામાં મદદ કરતી હતી. બાદમાં તેમણે પોતાની કંપની Quikrને વેચી દીધી. ત્યારબાદ તેમણે પંખુડીની શરૂઆત કરી. આ મહિલાઓ માટે સોશિયલ કમ્યુનિટી નેટવર્ક હતું, જ્યાં તે લાઇવ સ્ટ્રીમિંગ અને ચેટના માધ્યમથી કંઇક શીખી શકતી હતી અથવા ખરીદી પણ કરી શકતી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

grabhouse pankhuri ગ્રેબહાઉસ પંખુડી pankhuri

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ