બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Pankaj Advani won world billiards championship 25th time

ગૌરવ / બિલિયર્ડ્સમાં કાઠું કાઢ્યું, પંકજ અડવાણીએ ફાઇનલમાં જીત મેળવી 25મી વખત બન્યો વર્લ્ડ ચેમ્પિયન

Vaidehi

Last Updated: 08:19 PM, 8 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ખેલાડી પંકજ અડવાણી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 25મી વાર વીજેતા બન્યા છે અને બિલિયર્ડસનો ખિતાબ મેળવ્યો છે. આ તેમના કરિયરનો 25મો વર્લ્ડ ટાઇટલ ખિતાબ બન્યો છે. ફાઇનલ્સમાં પોતાના જ મિત્રને માત આપી વિજેતા બન્યાં છે.

  • 25મી વાર જીત્યો બિલિયર્ડસ્ ટાઇટલ
  • પંકજ અડવાણી બન્યો ભારતનું ગૌરવ
  • ફાઇનલ્સમાં 4-0થી બન્યો વર્લ્ડ ચેમ્પિયન 

8 ઑગસ્ટ 2022, શનિવારે રમાયેલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનાં દિગ્ગજ ખેલાડી પંકજ અજવાણી બિલિયર્ડસની ફાઇનલમાં હમવતન સૌરવ કોઠારીને 4-0 ના સ્કોરથી હરાવીને પોતાના કરિયરનું 25મું વૈશ્વિક ટાઇટલ જીત્યું.  અજવાણીએ ખૂબ સારૂં પરફોરમન્સ આપ્યું જેને જોઇને ત્યાં હાજર રહેલા દર્શકો ખુશ થઇ ગયાં.

અડવાણીએ પહેલી ફ્રેમથી જ પોતાના ઇરાદાઓને સુનિશ્ચિત કરી લીધું હતું કે તે કોઠારીને કોઇ મોકો આપશે નહીં. આ 150થી વધુના સ્વરૂપમાં અડવાણીએ પહેલે જ ફ્રેમને 149ના બ્રેકની સાથે પોતાનું નામ કરી લીધું. આ સમય સુધી કોઠારીએ પોતાનું ખાતું પણ ખોલ્યું નહોતું.

આ બેસ્ટ ઑફ સેવનની ફાઇનલ્સમાં અડવાણીએ શરૂઆતથી જ ઉત્તમ પરફોર્મન્સ દર્શાવી એક જ કેલેન્ડરના વર્ષ એટલે કે 2022માં જ બિલિયર્ડસનો રાષ્ટ્રીય, એશિયાઇ અને વિશ્વ ખિતાબ જીતવાનો પાંચમી વાર કીર્તિમાન સ્થાપિત કર્યો છે. બીજી તરફ કોઠારીને બીજી ફ્રેમમાં કેટલાક મોકા મળ્યાં પણ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. તો અડવાણીએ 77ના બ્રેક સાથે 2-0ના સ્કોરથી આગળ વધ્યો.

અડવાણીએ ત્રીજા ફ્રેમમાં 153નાં ટુર્નામેન્ટને ઉચ્ચત્તમ બ્રેક બનાવ્યો જેનાથી તે ટાઇટલથી માત્ર એક ફ્રેમ દૂર રહ્યો. અડવાણીએ ચોથાં ફ્રેમમાં દર્શાવ્યું કે તેમને શા માટે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. તેમણે 80 અને 60ના બે બ્રેક બનાવી ટાઇટલ પોતાના નામ કર્યું .

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ