બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Pandemonium at the gate ahead of Darshan Rawal live concert at MS University in Vadodara
Last Updated: 09:40 AM, 6 March 2023
ADVERTISEMENT
વડોદરામાં એમ એસ યુનિવર્સિટીમાં ફરી હોબાળાની ઘટના સામે આવી છે. MS યુનિવર્સિટીના ટેક્નોલોજી વિભાગમાં કોન્સર્ટનું આયોજન થયું હતું. જ્યાં યુનિવર્સિટી બહાર ટિકિટની કાળાબજારી આક્ષેપ સાથે હોબાળો થયો છે.
ADVERTISEMENT
રૂ.200ના પાસ 500થી 700માં વેચાતા હોવાના આક્ષેપ
વડોદરામાં દર્શન રાવલના લાઈવ કોન્સર્ટ પહેલા ગેટ પર જ હોબાળો થયો છે. યુનિવર્સિટી બહાર ટિકિટની કાળાબજારી આક્ષેપ સાથે વિદ્યાર્થીએ હોબાળો કર્યો છે. 200 રૂપિયાના પાસ 500થી લઇને 700 રૂપિયામાં વેચાતા હોવાના આક્ષેપ કરાયો છે. કોન્સર્ટ દરમિયાન 2 યુવતીઓ બેભાન પણ થઈ હતી. ભારે ભીડ, ગરમી અને ગભરાટને કારણે યુવતી બેભાન થઇ હતી. ફૂટપ્રિન્ટ 2023 ઈવેન્ટ અંતર્ગત દર્શન રાવલનો કોન્સર્ટ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, MS યુનિવર્સિટીના ટેક્નોલોજી વિભાગમાં કોન્સર્ટનું આયોજન થયું હતું.
ADVERTISEMENT
ફૂટપ્રિન્ટ 2023 અંતર્ગત હતો કાર્યક્રમ
કોન્સર્ટ દરમિયાન ભારે ભીડના કારણે બે યુવતીઓ બેફાન થઈ હતી અને જેમને ભારે ભીડ વચ્ચેથી વિદ્યાર્થીઓ ઉચકીને સારવાર અર્થે લઈ ગયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, રૂપિયા 200ના પાસના 500 અને 700 જેટલા રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમ ફૂટપ્રિન્ટ 2023 અંતર્ગત હતો જેમાં દર્શન રાવનનો કોન્સર્ટ હતો. યુનિવર્સિટીના ટેક્નોલોજી વિભાગ દ્વારા આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
અગાઉ સંસ્કૃત વિભાગ વિવાદમાં આવ્યો હતો
વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે ટેક્નોલોજી વિભાગમાં વિવાદમાં આવ્યો છે જોકે અગાઉ સંસ્કૃત વિભાગ વિવાદમાં આવ્યો હતો. બે વિદ્યાર્થીઓ એ કેમ્પસમાં નમાજ અદા કરી હતી. આ વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત વિભાગ બહાર જ નમાજ પઢવામાં આવી હોવાનું પણ ચર્ચાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.