બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારત આજે 76માં સ્વતંત્રતા દિવસનો જશ્ન મનાવી રહ્યું છે. આ જશ્નમાં ભારતની સાથે બીજા દેશોના લોકો પણ સામેલ થઇને શુભેચ્છા ભાઠવી રહ્યા છે. આજે વિશ્વભરમાંથી ભારતને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવવામાં આવી. ત્યારે પાકિસ્તાની રબાબ આર્ટિસ્ટ સિયાલ ખાને ભારતીય રાષ્ટ્રગાનની ધૂન વગાડી અને ભારતને સ્વતંત્રતા પર્વની શુભકામના પાઠવી. જેને તમામનું મન મોહી લીધું. લોકો તે વ્યક્તિની પ્રશંસા પણ કરી રહ્યાં છે. નફરતથી આગળ વ ધીને પાકિસ્તાને હિન્દુસ્તાન માટે પ્રેમનો સંદેશ મોકલ્યો છે.
Here’s a gift for my viewers across the border. 🇵🇰🇮🇳 pic.twitter.com/apEcPN9EnN
— Siyal Khan (@siyaltunes) August 14, 2022
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના રબાબ આર્ટિસ્ટ સિયાલ ખાનનો વીડિયો વાયરલ થઇ ગયો છે, જેને આઝાદી દિવસના ખાસ અવસરે ભારતના લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં રાષ્ટ્રગાનની મધુર ધુનની સાથે ખુબસુરત પહાડો પણ નજરે પડે છે.
ADVERTISEMENT
ભારતીય રાષ્ટ્રગાનની ધૂન રબાબ પર વગાડીને સિયાલ ખાને વીડિયો શેર કરતા એક ખાસ સંદેશ પણ લખ્યો છે. સિયાલ ખાને વીડિયો શેર કરતા લખ્યું કે, સરહદ પાર મારા વ્યૂઅર્સ માટે એક ભેટ.
ઈરાનથી પણ આવ્યો શુભેચ્છા સંદેશ
મિત્ર દેશ ઈરાને પણ ભારતને સ્વતંત્રતા દિવસને લઇને શુભેચ્છા સંદેશ આપ્યો છે, જેમાં એક નાની બાળકી રાષ્ટ્રગાનની ધુન વગાડતી નજરે પડી. સાથે જ વીડિયોમાં બાળકીએ ભારતની આઝાદી દિવસની શુભકામનાઓ પણ પાઠવી.
ADVERTISEMENT
Congratulation to great nation of India on its 75th anniversary of independence day and freedom from colonialism . May the spirit of democracy lead all people of India toward more and more progress, prosperity and happiness.#IndependenceDay #AzaadiKaAmritMahotsav pic.twitter.com/2b9uDDFAhX
— Iran in India (@Iran_in_India) August 15, 2022
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.